તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
ગાંધીધામમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા ગોંડલનો શખ્સ ઝડપાયો
રૂપિયા લઈ દેહ સુખ માણવાની સગવડ, ત્રણ લલનાઓને મુક્ત કરાવાઈ : રાજવીર પ્રવીણ ગઢવી સામે કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : નાના ગામો અને શહેરોમાં સ્પા નું લાયસન્સ મેળવી તેની આડમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કૂટણખાણાઓનો રાફડો ફાટ્યો છે. એ કડવું સત્ય છે કે બજારો અને રહેણાંક વિસ્તારોમાં ધમધમતા આવા સ્પા લોકોની નજરે ચડે છે પણ કાયદાના રક્ષકો કે સરકારની આંખે ચડતા નથી. મોડે મોડે ક્યારેક થતી કાર્યવાહીમાં એકલ દોક્લ જગ્યાએ દરોડો પાડી કાર્યવાહીનો સંતોષ લેવાય છે. ગાંધીધામની ધમધમતી મુખ્ય બજારમાં કચ્છ કલા કોમ્પ્લેક્સમાં પહેલા માળે ચાલતા ધ કેપિટલ થઈ સ્પા ઉપર ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું છે. રૂ.૨૦૦૦ સાથે ડમી ગ્રાહક પોલીસે મોકલ્યો હતો. અહીં યુપી, બિહાર અને બનાસકાંઠાની ત્રણ રૂપ લલનાઓને પોલીસે મુક્ત કરાવી છે. સ્પા ચલાવનાર સંચાલક મેનેજર મૂળ ગોંડલ રાજકોટના અને હાલ સિદ્ધેશ્વર નગર મેઘપર કુંભારડી ગાંધીધામ મધ્ય રહેતા રાજવીર પ્રવીણ ગઢવી સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રાજવીર પ્રવીણ ગઢવી મસાજ સાથે દેહસુખ ની સગવડ ગ્રાહકોને આપતો હતો. પોલીસે સીસી ટીવી ડીવીઆર સાથે ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
