<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

કચ્છના વરસામેડી ગામે કેનાલમાં તીક્ષ્ણ હથિયારના ઘા સાથે યુવાનનો મૃતદેહ મળતાં ચકચાર

બજારમાં ખરીદી વખતે ફોન કર્યા બાદ સંપર્ક તૂટ્યો : રાહુલના મોત બાદ તેની બંને દીકરીઓ નોધારી થઈ ગઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :  કચ્છના અંજારના વરસામેડી ગામે કેનાલમાંથી રાહુલ રાકેશ પાંડે નામના યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. વેલસ્પન કંપનીમાં નોકરી કરનાર રાહુલે છેલ્લે અંજારની બજારમાં ખરીદી કરતી સમયે પત્નીથી વાત કરી હતી. ત્યાર બાદ સંપર્ક તૂટી ગયો હતો. પોલીસને કેનાલમાં લાશ હોવાની જાણ થયા બાદ પીએમ કરી તેની પત્નીને જાણ કરી હતી. મૃતક રાહુલની લાશ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા હોઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પતિ અને પત્ની બંને વેલસ્પન કંપનીમાં નોકરી કરતા હતા. રાહુલના મોત બાદ તેની બંને દીકરીઓ નોધારી થઈ ગઈ છે.

(10:01 AM IST)