<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

આજે નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનું આગમન

તેના પસાર થયા બાદ ઠંડી થોડી વધી શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૮ :.. આજે જમ્‍મુ-કાશ્‍મિર પર એક નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનું આગમન થયું છે. જેને પગલે પવનની ગતિ તથા ઠંડીનું પ્રમાણ ઘટશે. આ ડબલ્‍યુડીના પસાર થયા બાદ ઉત્તરના પવનો ફરી શરૂ થયે ઠંડી થોડી વધી શેક છે.

એમઆઇડીના ટેનડેઝ ફોરકાસ્‍ટ મેપ્‍સમાં ૧૧-૧ર તારીખથી ગુજરાતમાં ઉત્તરના પવનો વહેશે તેવું દર્શાવે છે. સ્‍કાયમેટના મહેશ પલાવત અનુસાર ડબલ્‍યુડીના આગમન સમયે પવનોની દિશા બદલાઇને ઉત્તરના પવનો ગુજરાત તરફ આવતા નથી જેથી ઠંડી ઘટે છે. પણ ડબલ્‍યુડી.ના પૂર્વોત્તર રાજયો તરફ આગળ વધતા જ ગુજરાત પરથી ઉત્તરના ઠંડા પવનો વહેતા શરૂ થતા હોય છે.

વેધર એનાલીસ્‍ટ અને મૌસમતક વેધર ચેનલના દેવેન્‍દ્ર ત્રિપાઠી અનુસાર આ ડબલ્‍યુ.ડી. પસાર થયા બાદ ફરી બે નવા ડબલ્‍યુ.ડી. પસાર થવાના છે. તેથી ઠંડીમાં વધ-ઘટનો સિલસિલો હજુ ફેબ્રુઆરીમાં ચાલુ જ રહેશે.

સ્‍કાયમેટના સિનીયર પ્રેસિડેન્‍ટ  શર્માનું આ સંશોધન વાસ્‍તવિક સભર છે કે, આ વેળા દેશમાં જાન્‍યુઆરી બાદ ફેબ્રુઆરીમાં પણ તાપમાન વધુ નોંધાયુ છે. ઉત્તરના રાજયોમાં સ્‍નોફોલની ૮૦ ટકા જેટલી ઘટ જોવા મળે છે

(12:14 PM IST)