<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

ધ્રાંગધ્રામાં કેનાલમાં બાઇક સાથે પડતા યુવાન લાપતા

 

વઢવાણ : થોડા દિવસ પહેલા જ લખતર પાસે પ્રેમીપંખીડાની લાશ મળી આવી હતી. ત્‍યારે ધ્રાંગધ્રા પંથકમાં એક યુવાન બાઈક સાથે ગરકાવ થયાની વિગતો સામે આવી રહી છે. મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે રહેતા પરીવારનો ૩૨ વર્ષીય દિકરો દેવરાજભાઈ જહાભાઈ ચાવડા ગુરૂવારના રોજ બપોરે ૧ કલાક આસપાસ બાઈક લઈને ઘરે આવી રહ્યો હતો. ત્‍યારે તે બાઈક સાથે મોરબી બ્રાંચ કેનાલમાં પડયો હતો. બનાવની જાણ થતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. અને સાંજ સુધી શોધખોળ કરવા છતાં બાઈક મળ્‍યુ હતુ. રાત થઈ જતા ટીમ પરત ફરી હતી. પરીવારજનો દ્વારા એસડીઆરએફ કે એનડીઆરએફની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાય તેવી માંગ પરીવારજનોએ કરી છે

(12:14 PM IST)