<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

જામનગરમાં સવા ત્રણ લાખનાં ઇંગ્‍લીશ દારૂ સાથે બે દેવીપૂજક શ્‍ખ્‍સ ઝડપાયા

 

જામનગર તા. ૮:  તાલુકાના ગોરધનપર ગામના પાટીયા પાસે (૧) રવિભાઇ સુનિલભાઇ મકવાણા દેવીપુજક ઉ.વ.૩૦ ધંધો ડ્રાઇવિંગ રહે.ગોરધનપર ગામ માધવવીલા-૩/૪ ના ગેટ સામે (મકાન માલીક) (૨) બાદલભાઇ બીજલભાઇ પરમાર દેવીપુજક ઉ.વ.રર ધંધો મજુરી રહે.દિ.પ્‍લોટ-૫૮ દેવીપુજક વાસ જામનગર વાળા ના કબ્‍જા માંથી  દારૂની બોટલ નંગ-૪૫૬ કિ.રૂ.૩,૨૭,૪૩૨/- તથા મહીન્‍દ્રા પીકપ વાહન કિ.રૂ.૭,૦૦,૦૦૦/-તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૩૨,૪,૩૨/- ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્‍ધ  કાર્યવાહી કરેલ છે.આ દારૂનો જથ્‍થો પોતે હિરેન ઇન્‍દ્રજીતભાઇ ચંદન રહે.કામદાર કોલોની જામનગર વાળા પાસેથી લઇ આવેલ છે

આ કાર્યવાહી પો.ઇન્‍સ.વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા. સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા શૈલેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે

(1:32 PM IST)