તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
ઉપલેટાના ચીખલીયા ગામના રિયાઝ દલ ઉપર બે શખ્સોના પઇપથી હુમલો
જુની અદાવતનો ખાર રાખી ઉપલેટાના સરફરાજ તથા સાહિલ તુટી પડયા

રાજકોટ, તા. ૮: ઉપલેટાના ચીખલીયા ગામ પાસે યુવાન ઉપર બે શખ્સોએ પાઇપથી હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ચીખલીયા ગામે રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા રિયાઝ રજાકભાઇ દલ (ઉ.વ. રપ) ધોરાજીથી ચીખલીયા આવતો હતો ત્યારે રસ્તામાં ઉપલેટાના સરફરાઝ અનવરભાઇ મડમ અને સાહિલ દિલાવરભાઇ નારેજાએ બાઇક ઉપર આંતરી લોખંડના પાઇપથી હુમલો કરતા રિયાજભાઇને ફેકચર થઇ જતા સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં ખસેડાયેલ હતો. જુની અદાવતનો ખાર રાખી ઉકત બન્નેએ હુમલો કર્યો હતો.
આ અંગે ઇજાગ્રસ્ત રિયાજભાઇની ફરીયાદ ઉપરથી ઉપલેટા પોલીસે ઉકત બન્ને સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
