તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
માળીયા મિંયાણા પાસે બિયર ભરેલો ટ્રક પકડાયો
રાજસ્થાનથી પાવડરની આડમાં બિયર ઘુસાડવાનો નિષ્ફળ પ્રયાસઃ ૩૩.૪પ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ), બિયરનો જથ્થો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૮: મોરબી - માળીયા હાઇવે ઉપર ટ્રકમાંથી બિયરનો જંગી જથ્થો ઝડપાયો. રાજસ્થાનથી પાવડરની આડમાં બિયર ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ, ૩૩.૪૫ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ.
મોરબી - માળીયા હાઇવે ઉપરથી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રાજસ્થાનથી માટીની આડમાં લઈ આવવામાં આવેલ બિયરનો જંગી જથ્થો ઝડપી લઈ રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી બિયર મંગાવનાર શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી છે. હાલમાં પોલીસે બિયરના ૨૨૫૬ ટીન અને ટ્રક સહિત ૩૩.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીને આધારે મોરબી - માળીયા હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસેથી આરજે - ૧૪ - જીએચ - ૨૧૩૭ નંબરના ટ્રકને ઝડપી લઈ ટ્રકની તલાશી લેતા આરોપી ટીકારામ પોખરમલ વર્મા રહે.ખંડેલા, શિખર, રાજસ્થાન વાળાના કબજા વાળી ટ્રકમાં પાવડરની આડમાં છુપાવવામાં આવેલ બિયરના ૨૨૫૬ ટીન કિંમત રૂપિયા ૨,૮૨,૦૦૦ મળી આવતા પોલીસે ૩૦ લાખનો ટ્રક તેમજ ૫૮,૧૬૬ની કિંમતની માટીના પાવડરની બોરીઓ સહિત ૩૩,૪૫,૧૬૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં આરોપીની પૂછપરછમાં બિયરનો આ જથ્થો આરોપી રોહિત નામના શખ્સે મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
