<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

એકાદશી અને શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મખમલના જરી સ્ટોનવાળા વાઘા : હીરાજડિત ચાંદીનો 1.5 કિલોનો મુગટ,રામ લખેલ આંકડાના ફુલનો હાર પહેરાવ્યો

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીનુ માર્ગદર્શન : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા

રાજકોટ તા.૮

     શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.08-02-2025ને  શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના મીક્સ  ફુલોનો દિવ્ય શણગાર  કરાયો હતો  તેમજ સુખડીનો અન્નકૂટ  ધરાવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે 7:00 કલાકે  શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે.મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને અગિયારસ નિમિત્તે મલખમલના કાપડમાં બનેલા જરી સ્ટોનના ભરતવાળા દાદાને પહેરાવાયા છે. આ વાઘા ચાર દિવસની મહેનતે 2 કારીગરોએ વડોદરામાં બનવ્યા છે. 108 સુખડી અગિયારસ અને શનિવાર હરિભક્ત તરફથી હનુમાનજીને અર્પણ કરાઈ છે. હીરાજડિત ચાંદીનો 1.5 કિલોનો મુગટ પણ દાદાને પહેરાવાયો છે. આંકડાનો હાર છે. જેમાં વાદળી રંગથી રામ લખેલું છે. આ હાર બગસરાથી એક હરિભક્તે મોકલ્યો છે.

    દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

(2:20 PM IST)