તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
એરગન સાથે ૬ કારની સામટી રેસનો સ્ટંટ કરનાર ૧૫ નબીરાઓ ઝડપાયા
રીલ બનાવી પોતાનો રોલો પાડવા કાયદાની ઐસીતૈસી કરી બેખોફ બની જાહેર માર્ગ ઉપર કાર રેસ કરવાનો આ વીડિયો ચર્ચામાં રહ્યા બાદ એક્શન

ભુજ : આત્મીય સ્કૂલ આદિપુર ગાંધીધામના ૧૫ વિદ્યાર્થીઓએ સ્કૂલની ફેરવેલ પાર્ટીમાં જતી વખતે આદિપુર શિણાય વચ્ચે જાહેર રોડ ઉપર કારમાં બહાર ડોકિયું કરી એરગન બતાવી અને કારમાં સવાર અન્ય ચાલકોએ એક સાથે અલગ અલગ ૬ કારની રેસ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતો તેમનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. રીલ બનાવી પોતાનો રોલો પાડવા કાયદાની ઐસીતૈસી કરી બેખોફ બની જાહેર માર્ગ ઉપર કાર રેસ કરવાનો આ વીડિયો ચર્ચામાં રહ્યા બાદ એક્શનમાં આવેલ પોલીસે ૧૫ નબીરાઓની અટક કરી છે. ધો.૧૨ માં ભણતાં ૧૦ આરોપીઓ સગીર છે. જ્યારે પુખ્ત ઉંમરના પાંચના નામ આર્યા વિશાલ દુબે, પાર્થ જેહાભાઇ ચૌધરી, રિતેશ સજ્જન રોહિવાલ, પુનિત ઉમેદ રોહિવાલ, જયદીપ મનોહર શર્માની અટક કરી પોલીસે ૬ કાર, એરગન કબ્જે કરી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
