<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

મોરબીમા બળાત્કાર અપહરણ અને પોકસોના ગુન્હાના મુખ્ય આરોપી સુરેશગીરી ગોસાઈના શરતી જામીન મંજુર કરથી નામદાર ગુજરાત હાઈકોર્ટ

મોરબી : મોરબી તાલુકા પોસ્ટે આરોપી વિરુધ્ધ બી.એન.એસ.ની કલમ- ૧૩૭(૨) ૮૭,૮૪,૬૪(૨) (આઈ) (એમ) ૬૫(૧) ૫૪ તથા પોકસો એકટની કલમ- ૫ (એલ) ૬,૧૭,૧૮, મુજબ ગુન્હો નોંધાયો હતો

 

મોરબી સામાકાઠે ભારતપરા મફતીયાપરામા રહેતા મુખ્ય આરોપી સુરેશગીરી સુખદેવગીરી ગોસાઈ પર બળાત્કાર અપહરણ અને પોકસોની કલમ હેઠળ પોલીસૈ ગુન્હો દાખલ કર્યો હતો ત્યારથી આરોપી મોરબીની સબજેલ કસ્ટડીમા હોય આરોપીએ મોરબીના યુવા ધારાશાસ્ત્રી રજાક એ.બુખારી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમા જામીન અરજી દાખલ કરી હતી જેમા વકીલશ્રી આર.એ.બુખારીની દલીલોને ધ્યાને રાખી આરોપી સુરેશગીરી સુખદેવગીરીના નામદાર ગુજરાત હાઈકોર્ટે દશ હજારના શરતી જામીન મંજુર કર્યા હતા આ જામીન અરજીના કામે યુવા ધારાશાસ્ત્રી રજાક બુખારી જતીન હોથી રોકાયેલા હતા

(2:46 PM IST)