<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

માળીયામિંયાણા નેશનલ હાઇવે ઉપર આરામ હોટલ પાસેથી માટીની આડમાં લઈ જવાતો બિયરનો જથ્થો ઝડપાયો

રાજસ્થાનથી ગુજરાતમાં બિયરનો જથ્થો ઘુસાડીને રેલમછેલ કરાઈ તે પહેલા જ મોરબી એલસીબી ટીમે એક શખ્સને ટ્રક સાથે દબોચી ૩૩.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

માળીયામિંયાણા નેશનલ હાઈવે રોડ ઉપર આરામ હોટલની સામે હાઈવે રોડ પર રાજસ્થાનથી ટ્રકમાં માટીની આડમાં પાવડરની બોરીઓ નીચે છુપાવેલ બિયર ટીન નંગ-૨૨૫૬ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૩૩,૪૫,૧૬૬ના મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી એલસીબી ટીમ સાથે પેરોલ ફર્લો સ્કોડની ટીમે દબોચી લીધો હતો તેમજ અન્ય એક શખ્સને સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે જાણવા મળતી વિગત મુજબ મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળેલ હોય જે બાતમીના આધારે માળીયા નેશનલ હાઇવે પર આરામ હોટલની સામે હાઈવે રોડની સાઈડમાં આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા ટાટા ટ્રક નંબર -આર.જે.-૧૪-જીએચ-૨૧૩૭ વાળીમા માટીની પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ બિયર જથ્થો બીયર ટીન નંગ-૨૨૫૬ રૂ.૨,૮૨,૦૦૦ અને મોબાઇલ ફોન નંગ-૦૧ રૂ.૫,૦૦૦ તથા ગાડી રૂ.૩૦,૦૦,૦૦૦ માટીની પાવડરની બોરીઓ વજન ૩૫.૭૪૦ ટન રૂ.૫૮,૧૬૬ મળી કુલ રૂ.૩૩,૪૫,૧૬૬ના મુદામાલ સાથે આરોપી ટ્રક ચાલક ટીકારામ પોખરમલ વર્મા (ઉ.વ.૩૪) રહે.રાજસ્થાન વાળાને દબોચીને પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ મોકલનાર રોહિત નામના શખ્સનું નામ ખુલતા મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્કોડે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ માળીયા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(2:47 PM IST)