News of Sunday, 9th February 2025
દિલ્હી વિધાનસભા માં ૨૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક ભવ્યજીત ની ઉજવણી કરતું બગસરા તાલુકા તેમજ બગસરા શહેર ભાજપ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો

( સમીર વીરાણી દ્વારા)
દિલ્હી વિધાનસભા મા ૨૭ વર્ષે પછી ભારતીય જનતા પાર્ટી નો ઐતિહાસિક વિજય થતા બગસરા તાલુકા તેમજ બગસરા શહેર ભાજપ પરિવાર દ્વારા બગસરા તાલુકા ભાજપ કાર્યાલય પાસે *બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર* તેમજ *બગસરા શહેર ભાજપ પ્રમુખશ્રી તેમજ અમરેલી જિલ્લા ભાજપ મંત્રીશ્રી મનોજભાઈ મહિડા તેમજ અમરેલી જિલ્લા મહિલા મોરચા પ્રમુખશ્રી રંજનબેન ગોહિલ તેમજ બગસરા નગરપાલિકા પ્રતિનિધિ પ્રમુખશ્રી એ.વી.રીબડીયા તેમજ અમરેલી જિલ્લા પંચાયત પ્રતિનિધિ સદ્દસ્યશ્રી ધીરૂભાઈ માયાણી તેમજ બગસરા ભાજપ શહેર પૂર્વ પ્રમુખશ્રી ધીરૂભાઈ કોટડીયા તેમજ બગસરા તાલુકા મહામંત્રીશ્રી પ્રકાશભાઈ પરમાર ની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી આ ભવ્ય જીત ઉજવણી કરવામાં આવી હતી.
ચૂંટણી પરિણામો જાહેર થતાં જ વિવિધ વિસ્તારોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું હતું, અને લોકોએ ઢોલ-નગારાંના સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.
આ તકે બગસરા તાલુકા તેમજ બગસરા શહેર તેમજ તાલુકા ભાજપ પરીવાર ના સૌ હોદ્દેદારો, નગરપાલિકા ના સદસ્યશ્રીઓ, તાલુકા અને શહેર ના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.( તસવીર સમીર વિરાણી બગસરા)
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
