News of Sunday, 9th February 2025
મોરબીની કબીર આશ્રમ આંગણવાડી ખાતે ડો. હસ્તીબેન મહેતાનો કેમ્પ યોજાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ડો . હસ્તીબેન મહેતા ના ૧૬૧ કેમ્પ માતુશ્રી સ્વ.ચંપાબેન ઉમેદચંદ સંઘવી ની પુનિત યાદ માં સુપુત્ર શ્રો ડો.એન. યુ.સંઘવી(મોરબી) હાલ મુંબઈ દ્વારા એકદિવસીય નિદાન તેમજ સારવાર કેમ્પ નું આયોજન કબીર આશ્રમ આંગણવાડી, રેલવે સ્ટેશન પાછળરોહીદાસપરા પાસે કરવામાં આવ્યું જે કેમ્પ આંગણવાડી ના બાળકો તેમજ પરિવાર તથા આસપાસ ના વિસ્તાર દર્દીઓ ને તપાસી ત્રણ દિવસ ની દવા સાથે જરૂરિયાત અનુસાર બ્લડ સુગર ફ્રી કરેલ તેમજ કેતનભાઈ મેહતા દ્વારા બીપી ચેક કરી આપેલ .જયસુખભાઈ ભાલોડિયા દ્વારા સાંધા ,વા,ઘૂંટણ કમર જેવા દર્દી ને પોઇન્ટ દ્વારા સારવાર આપવામાં આવેલ.આ કેમ્પ ને સફળ બનાવવા માટેઆંગણવાડી કાર્યકર વંદના દવે, તેડાગર વિજયાબેન , ચૌહાંણ , સામાજિક કાર્યકર પ્રિયા પટેલ, સંગીતાબેન કાટીયા સહિત ના એ જહેમત ઉઠાવી હતી.કેમ્પ સહાયક શ્રી રશ્મિન ભાઇ દેસાઈ,શ્રીમતી નિશાન દેસાઈ સેવા આપેલ
(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
