<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

મોરબીના લીલાપર ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઝડપાયો

મચ્છુ નદીના કાઠેથી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં મચ્છુ નદીના કાઠેથી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લીલાપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠેથી સતીશભાઈ બટુકભાઈ જોગડીયા અને કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામાં એ એકબીજા સાથે મળીને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા દરોડા પાડી ત્યાંથી પતરાના બેરલમાં રહેલ ગરમ આથો કુલ લીટર ૨૦ કીમત રૂ.૪૦૦, સ્થળ પર મળી આવેલ ૧૦ કેરબામાં તથા ૨૦૦ લીટરના બેરલમાં રહેલ ઠંડો આથો લીટર ૭૫૦ કીમત રૂ.૧૫૦૦૦, પ્લાસ્ટિકના આશરે ૩૦ લીટરના કેરબામાં દેશી દારૂ જેવું ગરમ કેફી પ્રવાહી લીટર ૧૦ કીમત રૂ.૨૦૦૦, વેચાણ કરવાના ઈરાદે તથા ભઠ્ઠીની બાજુમાં પડેલ બાચકા માં રહેલ ૨૦૦ એમ એલ પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ નંગ ૮૦ કેફી પ્રવાહી આશરે ૪૦ લીટર કીમત રૂ.૮૦૦૦, ભઠ્ઠી લગત સાધનોજેમાં ટીનની બક્ડીયું નંગ ૧, નળી સાથે થાળી નંગ  ૧, ગેસના ચૂલો નંગ ૧ અને ગેસનો બાટલો નંગ ૧ સહીત કુલ મુદામાલ કીમત રૂ.૨૭૦૫૦ સાથે સતીષભાઈ ને ઝડપી પાડી પાડ્યો હતો જ્યારે કિરણ હાજર નહિ મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે.


 

(5:12 PM IST)