<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

જામનગરમાં વધુ એકવાર રખડતા ઢોરનું જોખમ: ભડકેલી ગાયે વૃદ્ધાને શિંગડે ભેરવી હવામાં ફંગોળી

ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈને નીચે પટકાયેલા શોભનાબેને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

જામનગર શહેરના કલ્યાણી એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન જેવરસિંહ સોલંકી (65) આજથી બે દિવસ પહેલા સાંજના સમયે હરિયા સ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક ગાયે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજા થતાં શોભનાબેનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે.

ગત ગુરુવારે પણ જામનગરમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેરના ભીડભંજન મહાદેવ મંદિર રોડ પરથી બાઈક પર પસાર થઈ રહેલા દંપતીને ખુંટિયાએ અડફેટે લીધુ હતુ. આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પતિને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આમ જામનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેતા શહેરીજનોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

(6:43 PM IST)