<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

જસદણના વિરનગરમાં કોલેજના 18 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

વિદ્યાર્થી અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યો હોવાનું અનુમાન

જસદણના વિરનગર ગામે કોલેજમાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય શિયાળ મંથને ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યુ હતું. 

પ્રાથમિક મહિતી અનુસાર વિદ્યાર્થી અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

(7:19 PM IST)