News of Monday, 10th February 2025
વિસાવદર પાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-‘આપ' વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગઃ રાજકીય ધમધમાટઃ જબરી દોડધામ
કુલ-૬ વોર્ડ ૨૪ બેઠક પર ૭૧ ઉમેદવારો મેદાનમાં: કોંગ્રેસ-ભાજપ તમામ બેઠક પર લડે છેઃ ‘આપ' ૨૧ બેઠકો પર અને એન.સી.પી.ના ૨ ઉમેદવારો મેદાનમાં: સૌને અંદરખાને ક્રોસ વોટિંગનો ઝળુંબતો ભયઃ પેનલ ટુ પેનલ ઉમેદવારો ચૂંટાશે કે, પેનલો ખંડીત થશે..? ચારેકોર ચર્ચાઃ અવનવા તર્કવિતર્કઃ શિયાળાની કાતિલ ઠંડીમાં રાજકીય ગરમાવોઃ ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચારઃ રાત્રે ભજીયા પાર્ટી, જુથ મીટીંગો, અવિરત રાજકીય ગતિવિધિઓ તેજઃ મતદારોના મન ‘અકળ'

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૦: વિસાવદર નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો છે. રાજકીય ધમધમાટ ચરમસીમાએ છે. જબરી દોડધામ જોવા મળે છે. શહેરના કુલ-૬ વોર્ડમાં ૨૪ બેઠક પર ૭૧ ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ-ભાજપ તમામ બેઠક પર ચૂંટણી લડે છે. ‘આપ' ૨૧ બેઠકો પર અને એન.સી.પી.ના ૨ ઉમેદવારો મેદાનમાં છે. સમગ્ર શહેરમાં રાજકીય વર્તુળોમાં સૌને અંદરખાને ક્રોસ વોટિંગનો ભય ઝળુંબે છે. પેનલ ટુ પેનલ ઉમેદવારો ચૂંટાશે કે, પેનલો ખંડીત થશે..? તે અંગે ચારેકોર ચર્ચા છે. અવનવા તર્કવિતર્ક થઈ રહ્યા છે. સ્થાનિક ચૂંટણીના પરિણામે શિયાળાની કાતિલ ઠંડીમાં પણ જોરદાર રાજકીય ગરમાવો પ્રવર્તે છે. ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. શહેરના દરેક વિસ્તાર-લત્તાઓમાં રાત્રે ભજીયા પાર્ટી, જુથ મીટીંગો, અવિરત રાજકીય ગતિવિધિઓ તેજ છે. આ બધી જ રાજકીય ગતિવિધિઓ વચ્ચે વિસાવદર શહેરના શાણા મતદારોના મન ‘અકળ' છે..સૌ ઉમેદવારોને મતદારો મીઠો આવકાર આપી રહ્યા છે પણ મતદારોના ખરેખર મન કળી ન શકાતા ઉમેદવારોનુ અકળામણ વધી રહ્યુ છે.
વિસાવદર નગર પાલિકાની ચૂંટણીઓ વોર્ડવાઈઝ સ્થિતિ, સમાવિષ્ટ વિસ્તારો, ભાજપના ઉમેદવારો, કોંગ્રેસના ઉમેદવારો, આમ આદમી પાર્ટીના ઉમેદવારો તથા એન.સી.પી.ના ઉમેદવારો સહિતની સઘળી વિગતો આ પ્રમાણે છે.
વોર્ડ નંબર-૧
વોર્ડ નં.૧, સમાવિષ્ટ વિસ્તાર- ગંજીવાડા મેઈન રોડ ઉત્તર તરફનો ભાગ, સરસઈનો રસ્તો, ટેલિફોન એક્ષચેન્જ, ગંજીવાડા મેઈન રોડ ઉત્તર તરફનો ભાગ, રાજપૂત ફળીનો વિસ્તા૨, કાબ૨ા ૨ોડ પૂર્વ તરફનો ભાગ, પઠાણ ફળી, બ્રાહ્મ ણ સમાજની વાડી, રાજ કોમ્પ્લેક્ષ વાળો વિસ્તાર, જૂનાગઢ રોડના પヘમિ તરફનો ભાગ, જલારામ સોસાયટી તથા વો૨ા સોસાયટી, જૂનાગઢ રોડથી પヘમિ ત૨ફ ભા૨મલ સ્કૂલવાળો વિસ્તાર, જૂની બજારનો ઉત્તર તરફનો ભાગ તથા ૨ાજગોળ ફળી, વો૨ા વાળી શેરી, જૂની જી.ઈ.બી. ઓફિસવાળો વિસ્તાર, જૂનાગઢ રોડ બસ સ્ટેન્ડવાળો પૂર્વ તરફનો ભાગ તથા વો૨ા મસ્જિદવાળો વિસ્તાર તથા ગંજીવાડા પ્રાથમિક શાળાવાળો વિસ્તાર.
વોર્ડ નં.-૧ ભાજપના ઉમેદવારો
વોર્ડ નંબર-૧ (૧) કૈલાશબેન વિશાલભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી, (૨) દયાબેન ભરતભાઈ સોલંકી, સામાન્યસ્ત્રી, (૩) ઓસમાણભાઈ આમદભાઈ હમીરકા, પછાતવર્ગ, (૪) ભાવેશભાઈ કાનજીભાઈ ડોબરીયા, સામાન્ય
વોર્ડ નં.૧ કોંગ્રેસના ઉમેદવારો
વોર્ડ નં.૧ : (૧) ઝરીનાબાનું રહીમભાઈ મોદી, સામાન્યસ્ત્રી અનામત, (૨) વર્ષાબેન મુકેશભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી, (૩) વિનોદરાય વશરામભાઈ પુરોહિત, પછાત વર્ગ અનામત, (૪) કરમશીભાઈ ઘુસાભાઈ રીબડીયા, સામાન્ય બિન અનામત,
વોર્ડ નં.૧ આમ આદમી પાર્ટીના ઉમેદવારો
વોર્ડ નં.૧ (૧) હિનાબેન આશિફભાઈ કાદરી, સામાન્યસ્ત્રી, (૨) નયનાબેન શૈલેષભાઈ સોલંકી, સામાન્યસ્ત્રી, (૩) ગિરીશભાઈ ખીમજીભાઇ બડેલીયા, પછાત વર્ગ, (૪) રવિભાઈ પોપટભાઈ ડોબરીયા, સામાન્ય.
વોર્ડ નંબર- ૨
વોર્ડ નં.૨, સમાવિષ્ટ વિસ્તારઃ જૂનાગઢ રોડથી પૂર્વ તરફનો કૈલાશ મીલવાળો વિસ્તાર, કાબરા વોકળાનો ઉત્તર તરફ ભાગ તથા ગુરૂકુળ વાળો વિસ્તાર, વો૨ાવાળી ચકીથી સરકારી દવાખાના વાળો વિસ્તાર તથા શાક માર્કેટવાળી ગલી, ડોબરીયા પ્લોટ વિસ્તા૨, ડોબરીયા પ્લોટ તથા રેલ્વે સ્ટેશન રોડના ઉત્તર તરફનો પોલીસ કવાટર્સ વાળો વિસ્તા૨, ૨ેલ્વે સ્ટેશનનો ઉત્તર તરફનો ભાગ, પોસ્ટ ઓફિસવાળો વિસ્તાર, જીવાજી શેઠના ડેલા તથા કાબ૨ા વોકળા સુધીનો વિસ્તાર.
વોર્ડ નં.૨ ભાજપના ઉમેદવારો
વોર્ડ નંબર-૨ (૧) રેખાબેન પંકજભાઈ જેઠવા, પછાતવર્ગસ્ત્રી (૨) મીનાબેન કેયુરભાઈ અભાણી,સામાન્યસ્ત્રી, (૩) ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોબરીયા, સામાન્ય, (૪) મનિષભાઈ પ્રદિપભાઈ ભટ્ટ, સામાન્ય,
વોર્ડ નં.૨ કોંગ્રેસના ઉમેદવારો
વોર્ડ નંબર-૨ (૧) માનસીબેન વિશાલભાઈ જેઠવા, પછાત વર્ગસ્ત્રી, (૨) વિલાસબેન કમલેશભાઈ પંડયા, સામાન્યસ્ત્રી, (૩) રજનીભાઈ આણંદભાઈ ડોબરિયા, સામાન્ય બિન અનામત, (૪) લલીતકુમાર વળજલાલ રીબડીયા - સામાન્ય બિન અનામત.
વોર્ડ નંબર-૨ આમ આદમી પાર્ટીના ઉમેદવારો
વોર્ડ નંબર : ૨ : (૧) બિંદુબેન નીતિનભાઈ પરમાર, પછાતવર્ગસ્ત્રી, (૨) જલ્પાબેન વિપુલકુમાર ગધેસરિયા, સામાન્યસ્ત્રી, (૩) મનીષકુમાર નટવરલાલ પંડ્યા, સામાન્ય (૪) પરેશભાઈ મનસુખભાઈ લાખાણી, સામાન્ય.
વોર્ડ નં.૨ એન.સી.પી.ના ઉમેદવાર
વોર્ડ નં. ૨ અંજલીબેન પ્રવીણભાઈ દેવાણી, સામાન્યસ્ત્રી,
વોર્ડ નંબર- ૩
વોર્ડ નંબર-૩, સમાવિષ્ટ વિસ્તારઃ કાલસારી રોડનો ઉત્ત૨ તરફનો ભાગ, ગાયત્રી પ્લોટ, ગાયત્રી મંદિ૨વાળો પૂર્વ તરફનો ભાગ, ડાક બંગલા પ્લોટવાળો વિસ્તાર, મહાકાળી મંદિરવાળો વિસ્તાર, ડાક બંગલા પ્લોટ, ભા૨મલની લાતી પાછળનો ભાગ, જૂના બસ સ્ટેન્ડથી પૂર્વ તરફનો ભાગ, હવેલી ગલી, હિ૨ાણી મીલ અને દ૨જીપા વાળો વિસ્તાર, રેલ્વે સ્ટેશન રોડથી દક્ષિણ ભાગ, મુરલીધર પ્લોટ તથા કાનાબાર શેરી.
વોર્ડ નં.૩ ભાજપના ઉમેદવારો
વોર્ડ નંબર ૩ (૧).ભારતીબેન રમેશભાઈ દાતેવાડીયા, પછાતવર્ગસ્ત્રી, (૨) કોમલબા જશુભાઈ બસીયા, સામાન્યસ્ત્રી, (૩) નિલેશભાઈ રમણીકભાઈ દવે, સામાન્ય, (૪) શૈલેષભાઈ જેન્તીભાઈ જીવાણી, સામાન્ય,
વોર્ડ નં.૩ કોંગ્રેસના ઉમેદવાર
વોર્ડ નંબર ૩ (૧) ઉષાબેન જયદીપભાઈ દાહીમાં, પછાત વર્ગસ્ત્રી, (૨) ભાવનાબેન આનંદભાઈ પંડયા, સામાન્યસ્ત્રી, (૩) રવિકુમાર નરસીંહભાઈ તલસાણીયા, સામાન્ય બિન અનામત, (૪) કિરીટભાઈ રતીભાઈ જાની, સામાન્ય બિન અનામત.
વોર્ડ નં.૩ આમ આદમી પાર્ટીના ઉમેદવારો
વોર્ડ નંબર ૩ (૧) રંજનબેન હરેશભાઈ મહેતા, પછાતવર્ગસ્ત્રી, (૨) વનિતાબેન વજેસિંહભાઈ દાહીમા, સામાન્યસ્ત્રી.
વોર્ડ નંબર-૪
વોર્ડ નંબર ૪, સમાવિષ્ટ વિસ્તાર દક્ષિણ તરફનો ગંજીવાડાનો વિસ્તાર, મકરાણીપા દરગાહ પાસે અબ્દુલ ગફારના ઘ૨થી ગઢની પાછળ ભરવાડપા, તાલુકા પંચાયત શેરી સુધી, ગંજીવાડા મેઈન રોડ ઉત્તર તરફનો ભાગ, ૨ામમંદિ૨થી ગોવિંદભાઈ કાળીદાસના ઘરથી મનજીભાઈ ખીમાભાઈ ઘર સુધી, મેઈન રોડથી દક્ષિણ તરફનો ભાગ તથા જુમાતખાના વાળો વિસ્તાર, જૂના બસ સ્ટેન્ડથી વાણિયા મહાજન વાડી તરફનો ભાગ તથા દલિત વાસ, ભ૨વાડ પા, જૂની માસ્ત૨લાઈનથી અંધશાળા તરફનો દલિતવાસ તમામ વિસ્તાર તથા શંકર મંદિરનો પાછળનો ભાગ, શંકર મંદિરથી સતાધાર રોડ, તાલુકા પંચાયત કવાટર્સ વાળો વિસ્તાર તથા વચલો ઢોરો, હનુમાન પરા, ચર્માલય રોડવાળો વિસ્તાર.
વોર્ડ નં. ૪ ભાજપના ઉમેદવારો
વોર્ડ નંબર ૪ (૧) જ્યોત્સનાબેન જેન્તીભાઈ દાફડા, અનુસૂચિત જાતિસ્ત્રી, (૨) ડીમ્પલબેન રાજેશભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી, (૩) રમીજભાઈ રજાકભાઈ મેતર, પછાતવર્ગ, (૪) ઈલીયાસભાઈ ઈસ્માઈલભાઈ મોદી, સામાન્ય.
વોર્ડ નં.૪ કોંગ્રેસના ઉમેદવારો
વોર્ડ નંબર ૪ (૧) વર્ષાબેન મનહરભાઈ દાફડા, અનુસૂચિત જાતિસ્ત્રી, (૨) કિરણબેન જેન્તીભાઈ ટાંક, સામાન્યસ્ત્રી અનામત, (૩) જાવીદભાઈ સુલેમાનભાઈ કાતીયાર, પછાત વર્ગ, (૪) સાજીદખાન યુનુસખાન લોધીપઠાણ, સામાન્ય.
વોર્ડ નં.૪ આમ આદમી પાર્ટીના ઉમેદવારો
વોર્ડ નંબર ૪ (૧) નીલમબેન શૈલેષભાઈ દાફડા, અનુ.જાતિસ્ત્રી, (૨) ગીતાબેન કિર્તીભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી, (૩) ઇમરાનભાઈ ગુલમામદભાઈ દલ, પછાતવર્ગ, (૪) લક્ષ્મીબેન રઘુભાઈ રાઠોડ, સામાન્ય.
વોર્ડ નંબર-૫
વોર્ડ નંબર ૫, સમાવિષ્ટ વિસ્તારઃ જીવા૫૨ મેઈન રોડના ઉત્તર તરફનો ભાગ, જીવા૫ર મેઈન રોડનો દક્ષિણ ભાગ, જીવાપરા મેઈન રોડનો દક્ષિણ ભાગ, જીવા૫૨નો ઉભો રોડ દક્ષિણ તરફનો ભાગ, જીવાપરામાં ઉભો રોડ દક્ષિણ તરફનો વિસ્તાર, જીવા૫૨નો છેલ્લો રોડ, પોપટડી નદીના કાંઠાવાળો વિસ્તાર.
વોર્ડ નં.૫ ભાજપના ઉમેદવારો
વોર્ડ નંબર ૫, (૧) રક્ષાબેન ઉદયભાઈ મહેતા, સામાન્યસ્ત્રી, (૨) દયાબેન અનિરૂધ્ધભાઈ માલવીયા, સામાન્યસ્ત્રી, (૩) કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલા, પછાતવર્ગ, (૪) કમલેશભાઈ છગનભાઈ રીબડીયા,સામાન્ય.
વોર્ડ નં.૫ કોંગ્રેસના ઉમેદવારો
વોર્ડ નંબર ૫, (૧) ગીતાબેન મનીષભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી, (૨) જલ્પાબેન રજનીશભાઈ સુવાગીયા, સામાન્યસ્ત્રી, (૩) મુકેશભાઈ ભનુભાઈ ટાંક, પછાત વર્ગ, (૪) અરવિંદભાઈ કરસનભાઈ ગોંડલીયા, સામાન્ય.
વોર્ડ નં.૫ આમ આદમી પાર્ટીના ઉમેદવારો
વોર્ડ નંબર ૫, (૧) કિર્તીબેન મુકેશભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી, (૨) ઈલાબેન જયંતીભાઈ બદાણીયા, સામાન્યસ્ત્રી, (૩) કૈલાશભાઈ ડાયાભાઈ વાઘેલા, પછાત વર્ગ, (૪) રાહુલ અશોકભાઈ બુહા, સામાન્ય
વોર્ડ નં.૫ એન.સી.પી.ના ઉમેદવાર
વોર્ડ નંબર ૫, (૧) અબ્દુલા હકીમભાઈ બ્લોચ, પછાતવર્ગ
વોર્ડ નંબર-૬
વોર્ડ નં. ૬, સમાવિષ્ટ વિસ્તારઃ હનુમાન ૫રા, હરખાણીવાળી શેરીનો બન્ને બાજુનો વિસ્તાર, હનુમાન ૫૨ા, રામજી મંદિરની બન્ને શેરી તથા પヘમિ.
વોર્ડ નં.૬ ભાજપના ઉમેદવારો
વોર્ડ નંબર ૬ (૧) વિજયાબેન રતીભાઈ ટાંક, પછાતવર્ગસ્ત્રી, (૨) નાથીબેન આલસુરભાઈ ગુજરીયા, સામાન્યસ્ત્રી, (૩) રમેશભાઈ વજુભાઈ માંગરોલીયા, સામાન્ય (૪) હિરેનભાઈ જેન્તીભાઈ હરખાણી. સામાન્ય.
વોર્ડ નં.૬ કોંગ્રેસના ઉમેદવારો
વોર્ડ નંબર ૬ (૧) શોભાબેન અશોકભાઈ રૂદાતલા, પછાત વર્ગસ્ત્રી, (૨) નયનાબેન અંકિતભાઈ રાખોલીયા, સામાન્યસ્ત્રી, (૩) મનીષભાઈ સમજુભાઈ રીબડીયા, સામાન્ય બિન અનામત, (૪) રમેશભાઈ વજુભાઈ સોલંકી,સામાન્ય બિન અનામત.
વોર્ડ નં.૬ આમ આદમી પાર્ટીના ઉમેદવારો
વોર્ડ નંબર ૬, (૧) પ્રતીક્ષાબેન કૌશિકપરી ગોસ્વામી, પછાતવર્ગસ્ત્રી (૨) શબનાબેન ઝાકીરભાઇ મંધરા, સામાન્યસ્ત્રી, (૩) મનોજકુમાર કાળુભાઈ સોલંકી, સામાન્ય, (૪) પ્રવીણભાઈ વીરાભાઇ વિંજડા- સામાન્ય.
વિસાવદર પાલિકામાં પ્રથમ ટર્મ અઢી વર્ષ પ્રમુખપદે પછાતવર્ગ મહિલા બિરાજમાન થશે
વિસાવદર નગર પાલિકાની સામાન્ય ચૂંટણી આખરી તબક્કામાં છે અને મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાંચ વર્ષ દરમિયાન અઢી-અઢી વર્ષની ટર્મ પ્રમુખપદે કોણ બિરાજમાન થશે..? તે અંગે વ્યાપક ચર્ચાઓ છે.
વિસાવદર નગર પાલિકાની વર્તમાન ચૂંટણી પૂર્ણ થયે પ્રથમ અઢી વર્ષ પ્રમુખપદે પછાતવર્ગ મહિલા બિરાજમાન થશે અને પાછલા અઢી વર્ષ પ્રમુખપદ ‘સામાન્ય' હોવાનુ જાણવા મળે છે.
દરમિયાન વિસાવદર નગર પાલિકામાં અઢી-અઢીની વર્ષની આગામી ૧૦ ટર્મ કોણ ભાગ્ય અજમાવી શકે તે અંગેની સુમાહિતગાર વર્તુળોમાંથી પ્રાપ્ય વિગતો અત્રે પ્રસ્તુત છે.
VISAVADAR MUNICIPALITY :-
(૧) W(BC) = પછાતવર્ગસ્ત્રી, (૨) G = સામાન્ય, (૩) SC = અનુસૂચિત જાતિ, (૪) W =સ્ત્રી (૫) BC = પછાતવર્ગ, (૬) W =સ્ત્રી, (૭) G = સામાન્ય, (૮) W =સ્ત્રી, (૯) BC = પછાતવર્ગ, (૧૦) W =સ્ત્રી.
વિસાવદર પાલિકામાં ૨૪ બેઠકોમાંથી અડધો અડધ ૧૨ મહિલાઓ ચૂંટાશે
વિસાવદર નગર પાલિકાનો રસપ્રદ ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે અનામત બેઠકો અંગે અત્રે વિગતો પ્રસ્તુત છે.
વિસાવદર નગર પાલિકામાં કુલ ૬ વોર્ડ અને ૨૪ બેઠકો છે. આમ પાલિકામાં કુલ ચૂંટાયેલ સભ્ય સંખ્યા ૨૪ હશે. જેમાં અડધો અડધ ૨૪ મહિલાઓ ચૂંટાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડ નં.૧માં પહેલી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત સામાન્ય, બીજી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત સામાન્ય છે.
વોર્ડ નં.૨માં પહેલી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત પછાતવર્ગ, બીજી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત સામાન્ય છે.
વોર્ડ નં.૩ માં પહેલી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત પછાતવર્ગ, બીજી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત સામાન્ય છે.
વોર્ડ નં.૪માં પહેલી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત અનુસૂચિત જાતિ, બીજી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત સામાન્ય છે.
વોર્ડ નં.૫માં પહેલી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત સામાન્ય, બીજી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત સામાન્ય છે.
વોર્ડ નં.૬માં પહેલી બેઠકની ફાળવણીસ્ત્રી અનામત સામાન્ય છે.
આમ કુલ-૨૪ બેઠકો પૈકી ૧૨ બેઠકોસ્ત્રી અનામત છે. જેમા અનુસૂચિત જાતિસ્ત્રી અને પછાતવર્ગસ્ત્રી બેઠકોનો પણ સમાવેશ થઈ જાય છે.
વિસાવદર પાલિકામાં ૨૪ બેઠકો પૈકી ૧૫ બેઠક અનામત ૯ બેઠક સામાન્ય
વિસાવદર નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો છે ત્યારે અનામત બેઠકો અંગેની રસપ્રદ વિગતો અત્રે પ્રસ્તુત છે.
વિસાવદર નગર પાલિકામાં ૬ વોર્ડમાં ૨૪ બેઠકો છે. જેથી ૨૪ ભાગ્યશાળી વ્યક્તિ ચૂંટાઈને જનપ્રતિનિધિની સેવા બજાવી શકશે.
કુલ ૨૪ બેઠકો પૈકી ૧૫ બેઠકો અનામત છે. સામાન્ય બેઠક ૯ છે. આ ૯ બેઠકોમાં વોર્ડ નં.૧માં ચોથી બેઠક સામાન્ય, વોર્ડ નં.૨માં ત્રીજી બેઠક સામાન્ય અને ચોથી બેઠક સામાન્ય, વોર્ડ નં.૩માં ત્રીજી બેઠક સામાન્ય, ચોથી બેઠક સામાન્ય, વોર્ડ નં.૪માં ચોથી બેઠક સામાન્ય, વોર્ડ નં.૫માં ચોથી બેઠક સામાન્ય, વોર્ડ નં.૬માં ત્રીજી બેઠક સામાન્ય, ચોથી બેઠક સામાન્ય છે.
વિસાવદર પાલિકાના તમામ વોર્ડનુ હદનુ વર્ણનઃ રસપ્રદ વિગતો
વિસાવદર નગર પાલિકાના કુલ ૬ વોર્ડ છે. તમામ વોર્ડનુ હદનુ વર્ણન નીચે મુજબ છે.
વોર્ડ નં.-૧ ની હદનું વર્ણન
વોર્ડ નં.-૧ ના વાયવ્ય ખૂણેથી સ.નં. ૧૦૦ના પૂર્વ તરફ હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૯૮ની હદે હદે પૂર્વ તરફ ચાલતાં સ.નં.૯૭ની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૯૫ની ઉત્તર શેઢે પૂર્વ તરફ હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૯૨ની ઉત્તર શેઢે પૂર્વ તરફ હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૮૮ની ઉત્તર શેઢે પૂર્વ તરફ જતાં સ.નં.૮૬ની ઉત્તર શેઢે હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૮૭ ની હદ સુધી, ત્યાંથી જૂનાગઢ રોડ સુધી ત્યાંથી ઉત્તર તરફ જૂનાગઢ રોડની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૨૮ની દક્ષિણ તરફના શેઢે દક્ષિણ તરફ હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં. ૨૩ની દક્ષિણ તરફ જૂનાગઢ રોડની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં. ૨૩ની પヘમિ શેઢે જૂનાગઢ રોડની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૩૨૩ની પૂર્વ શેઢે જૂનાગઢ રોડની હદે હદે દક્ષિણ તરફ ચાલતાં જલારામ સોસાયટીના પૂર્વ શેઢે જૂનાગઢ રોડે દક્ષિણ તરફ ચાલતાં કાબરા વોકળા ટપીને ત્યાંથી સરસઈ રોડ, ગંજીવાડા મેઈન રોડની દક્ષિણ તરફ જતાં ત્યાંથી રામજી મંદિરની પૂર્વ બાજુથી ઉત્તર તરફ ચાલતાં ત્યાંથી પヘમિ તરફ ચાલતાં ગામતળની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૧૧૨ની પૂર્વ બાજુથી સ.નં.૧૧૧ના ઉત્તર બાજુના ખૂણા સુધી, ત્યાંથી પૂર્વ બાજુના સ.નં.૧૧૦ના દક્ષિણ ખૂણાથી પૂર્વે બાજુની હદે હદે ચાલતાં સ.નં ૧૦૯ પૈકીની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૧૦૮ના ઉત્તર બાજુથી પૂર્વ તરફ ચાલતાં ત્યાંથી સ.નં. ૧૦૭ના ઉત્તર હદેથી પૂર્વ તરફ ચાલતાં ત્યાંથી સ.નં.૯૩ની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૯૬ની દક્ષિણ તરફની હદે ચાલતાં ત્યાંથી પૂર્વ તરફ ચાલતાં સ.નં.૯૭ની દક્ષિણ તરફની હદથી પૂર્વ તરફ ચાલતાં ત્યાંથી સ.નં.૯૮ની દક્ષિણ તરફની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૯૯ની દક્ષિણ તરફની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૧૦૧ની ઉત્તર તરફની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં. ૧૦૦ની હદ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.
વોર્ડ નં.-૨ ની હદનું વર્ણન
વોર્ડ નં.-૨ના વાયવ્ય ખૂણેથી સ.નં.૩૫૪ના ઉત્તર શેઢે હદે હદે પૂર્વ તરફ ચાલતાં સ.નં.૮ના રેલ્વે ટ્રેકના ઈશાન ખૂણાથી સ.નં.૩૧૭થી રેલ્વે ટ્રેકની હદે હદે ચાલતાં સ.નં.૩૭ની હદે હદે ચાલતાં દક્ષિણ તરફના સ.નં.૩૩૭ પૈકીથી રેલ્વે ટ્રેકની હદે હદે ચાલતાં સ.નં.૧૧ની દક્ષિણ તરફ હદે હદે ચાલતાં સ.નં.૩૭૫ની ઉત્તર તરફની હદે હદે ચાલતાં સ.નં.૩૭૫ની હદે હદે પૂર્વ તરફ ચાલતાં સ.નં.૧૦થી ઉત્તર તરફની હદે હદે ચાલતાં સ.નં.૧૦થી પૂર્વ તરફ ચાલતાં ચાલતાં સ.નં.૧૨ની હદે હદે ચાલતાં સ.નં. ૧૭ની ઉત્તર તરફ કાબરા વોકળા ટપીને સ.નં.૨૦થી ઉત્તર તરફ ચાલતાં ચાલતાં ત્યાંથી સ.નં.૨૨થી ઉત્તર તરફ હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં. ૨૭થી ઉત્તર તરફની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં. ૩૫૭ની ઉત્તરે ચાલતાં ચાલતાં ત્યાંથી સ.નં. ૨૯ની હદે હદે ચાલતાં સ.નં.૨૯ની પヘમિ તરફ ચાલતાં ત્યાંથી સ.નં.૩૦૯ની ઉત્તર તરફની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૩૫૪ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.
વોર્ડ નં.-૩ ની હદનું વર્ણન
વોર્ડ નં.-૩ના વાયવ્ય ખૂણે સ.નં.૭૩ની રેલ્વે ટ્રેકની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૭૨ની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં. ૭૧ની ઉત્તર તરફની હદે હદે ચાલતાં ત્યાંથી પૂર્વ તરફ સ.નં.૭૦ની હદે ચાલતાં ત્યાંથી સ.નં.૬૭ની હદ સુધી, ત્યાંથી સ.નં.૬૬ના ઈશાન ખૂણાથી દક્ષિણ તરફ ચાલતાં ત્યાંથી સ.નં.૬૫, ૬૪ના પૂર્વ શેઢેથી દક્ષિણ તરફ જતાં સ.નં.૬૩ સુધી, ત્યાંથી સ.નં.૬૧,૫૭ના પヘમિ શેઢેથી દક્ષિણ તરફ ચાલતાં ત્યાંથી સ.નં.૮,૭,૫ થી પヘમિ તરફ જતાં સ.નં.૬ સુધી, ત્યાંથી પોપટડી નદીના કાંઠે કાંઠે આગળ વધતાં સ.નં.૩ પૈકી, ૨,૧ સુધી, ત્યાંથી પૂર્વ તરફ આગળ વધતાં સ.નં.૧૦, ૩૭૫, ૩૧૨થી ઉત્તર તરફ જતાં ત્યાંથી સ.નં.૧૧ની પૂર્વ હદેથી ઉત્તર તરફ ચાલતાં રેલ્વે ટ્રેકની હદે હદે ચાલતાં ત્યાંથી સ.નં.૫૪ની હદ સુધી, ત્યાંથી સ.નં.૫૩ની ઉત્તર તરફ ચાલતાં ચાલતાં સ.નં.૫૨ની હદે હદે ઉત્તર તરફ ચાલતાં સ.નં.૩૬ની ઉત્તર તરફ હદે હદે ચાલતાં સ.નં.૩૮થી ઉત્તર તરફ ચાલતાં ત્યાંથી સ. નં.૭૩ની હદ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.
વોર્ડ નં.-૪ ની હદનું વર્ણન
વોર્ડ નં.-૪ના વાયવ્ય ખૂણે આવેલ ગંજીવાડા વિસ્તારથી પૂર્વ ત૨ફ જતાં ત્યાંથી ગંજીવાડાના વિસ્તા૨ના ઈશાન ખૂણેથી દક્ષિણ તરફ જતાં રામજી મંદિરથી પૂર્વ તરફ જતાં દલિતવાસથી દક્ષિણ તરફ જતાં ભ૨વાડ પા સુધી, ત્યાંથી પોપટડી નદીના કાંઠે કાંઠે ચાલતાં ત્યાંથી સ.નં.૩૩૫ પૈકીથી ઉત્તર તરફ જતાં ચર્માલય રોડવાળા વિસ્તારથી વચલો ઢોરો આવરી લઈ ત્યાંથી પોપટડી નદીના કાંઠે કાંઠે આગળ જતાં, ત્યાંથી ગામતળ વિસ્તારને આવ૨ી લઈ આગળ વધતાં ગંજીવાડા વિસ્તા૨ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તા૨.
વોર્ડ નં. ૫ ની હદનું વર્ણન
વોર્ડ નં.-૩ના વાયવ્ય ખૂણે સ.નં. ૧૦૨નો ઉત્તરાદા શેઢે પૂર્વ તરફ ચાલતાં સ.નં. ૧૦૩ સુધી, ત્યાંથી પૂર્વ તરફ હદે હદે ચાલતાં સ.નં.૧૦૪ની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર શેઢે હદે હદે ચાલતાં સ.નં.૩૫૬ ની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ ઉત્તરાદા શેઢે ચાલતાં સ.નં.૧૦૫ ની હદ સુધી, ત્યાંથી સ.નં.૧૦૬/૧ ની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ ચાલતાં સ.નં.૧૦૭ ની હદ સુધી, ત્યાંથી સ.નં.૧૦૮ ની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ ચાલતાં સ.નં.૧૦૯ ની હદ સુધી, ત્યાંથી સ.નં.૧૧૧ ની હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ સ.નં.૧૧૨ની હદે હદે ચાલતાં બદાણીયા શેરી, જીવાપરા વિસ્તારથી સ્મશાન સુધી, ત્યાંથી પヘમિ તરફ પોપટડી નદીના કાંઠે કાંઠે આગળ વધતાં ત્યાંથી પヘમિ તરફ જતાં સ.નં.૩૦૬ના દક્ષિણ શેઢેથી પヘમિ તરફ ચાલતાં સ.નં.૧૧૯ ની હદ સુધી, ત્યાંથી પヘમિ તરફ ચાલતાં સ.નં.૧૨૭ ની હદ સુધી, ત્યાંથી પヘમિ તરફ ચાલતાં સ.નં. ૧૨૮ ની હદે હદે ચાલતાં સ.નં.૧૪૪ની હદ સુધી, ત્યાંથી પヘમિ તરફ ચાલતાં સ.નં.૩૨૮ ની હદ સુધી, ત્યાંથી ઉત્તર તરફ પヘમિના શેઢાની હદે હદે ચાલતાં સ.નં.૧૪૦/૧ ની હદ સુધી, ત્યાંથી ઉત્તર તરફ સ.નં. ૧૩૯ની હદે હદે ચાલતાં સ.નં.૧૩૮ની હદ સુધી, ત્યાંથી ઉત્તર તરફ સ.નં.૧૩૭ની હદે હદે ચાલતાં સ.નં.૧૩૬થી આગળ વધતાં પોપટડી નદીને ક્રોસ કરી સ.નં. ૧૦૨ની હદ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.
વોર્ડ નં.-૬ ની હદનું વર્ણન
વોર્ડ નં.-૭ના વાયવ્ય ખૂણે સ.નં. ૧૪૮/૧ ના ઉત્તર શેઢેથી પૂર્વ તરફ ચાલતાં સ.નં.૧૪૭ની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ સ.નં.૧૪૬ની હદે હદે ચાલતાં સ.નં.૧૪૫,૧૬૨ની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ સ.નં.૧૨૬ની હદે હદે ચાલતાં સ.નં.૧૨૫ની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ સ.નં.૧૨૦ની હદે હદે ચાલતાં સ.નં. ૧૨૨ની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ સ.નં. ૨૯૦ ની હદે હદે ચાલતાં માણંદીયા રસ્તા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ માણંદીયા રોડથી દેવીપૂજક વિસ્તારના પૂર્વ તરફના વિસ્તારથી દક્ષિણ તરફ ચાલતાં સ.નં.૨૬૮ની હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ સ.નં.૨૯૭ની પૂર્વ શેઢેથી હદે હદે ચાલતાં સ.નં.૨૯૬ની હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ હદે હદે ચાલતાં સ. નં.૨૯૫ ની હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ સ.નં. ૨૯૪ ની હદે હદે ચાલતાં સ.નં.૨૮૨ ની હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ સ.નં.૨૫૬ની હદે હદે ચાલતાં સ.નં. ૨૫૨ની હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ ચાલતાં સ.નં.૨૫૧ ની હદ સુધી, ત્યાંથી સરકારી ગોડાઉન નં.૪ની પヘમિ તરફ સ.નં.૨૩૩/૪ ની હદે હદે ચાલતાં સ.નં.૨૩૨/૧ની હદ સુધી, ત્યાંથી પમિ તરફ ચાલતાં આપાગીગાના સમાધિ સ્થાન સુધી, ત્યાંથી ઉત્તર તરફ સ.નં.૨૦૪ ના પヘમિ શેઢાની હદે હદે ચાલતાં સ.નં.૨૦૫ ની હદ સુધી, ત્યાંથી સ.નં.૧૯૬ની પヘમિ શેઢાની હદે હદે ચાલતાં સ.નં.૧૯૫ ની હદ સુધી, ત્યાંથી ઉત્તર તરફ સ.નં.૩૦૧ની હદે હદે ચાલતાં સ.નં.૧૯૦ ની હદ સુધી, ત્યાંથી ઉત્તર તરફ ચાલતાં સ.નં.૧૫૧/૧ ની હદ સુધી, ત્યાંથી ઉત્તર તરફ ચાલતાં સ.નં. ૧૪૮/૧ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
