News of Monday, 10th February 2025
વિસાવદરના મોટા કોટડાની સીમમાં વાડીઓમાંથી ૩૭,૦૦૦ના કેબલની ચોરી

(વિનુ જોશી દ્વારા): જુનાગઢ તા. ૧૦ વિસાવદરના મોટા કોટડાની સીમમાં વાડીઓમાંથી ૩૭,૦૦૦ના કેબલની અને માણાવદરના સમેગામાં જાહેર રસ્તા પરથી ૪૫,૦૦૦ની કાંકરીની ચોરી થયાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના જગાભાઈ ભીખુભાઈ વેકરીયા અને અન્ય ખેડૂતોની વાડીમાંથી ૩૧ જાન્યુઆરીની રાત્રે તસ્કરો રૂપિયા ૩૭,૦૦૦ની કિંમતનો ૫૦૦ મીટર કેબલ ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાતા વિસાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કાકરીની ચોરી
જુનાગઢ ખાતે રહેતા માણાવદર તાલુકાના સમેગા ગામના વતની રાજાભાઈ લીલાભાઈ મારુની સમેગા ગામમાં રસ્તા પર રહેલ રૂપિયા ૪૫૦૦૦ની કાંકરી સમેગા ગામનાં અજય ખીમાણંદ મારૂ, માનવ સંજયભાઇ સુવા, ધર્મેશભાઇ વજસીભાઇ મારૂ તથા અજાણ્યા ઇસમો રૂપિયા ૪૫૦૦૦ની ૩૪.૫૦૦ ટન કાંકરી જેસીબી તથા ટ્રેક્ટર ટ્રોલી વડે ચોરી ગયા હોવાની ફરિયાદ થતાં બાટવાના પીએસઆઇ આર. એમ વાળાએ તપાસ હાથ ધરી હતી.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
