News of Monday, 10th February 2025
કુલદીપ શર્મા સામેના ૪૧ વર્ષ જુના કેસમાં આજે ભુજ કોર્ટ ફેંસલો આપશે
૧૯૮૪માં કચ્છના ડીએસપી હતા એ સમયે નલિયાના કેસમાં પુછપરછના બહાને હેરાનગતિ ન કરવા રજુઆત રાજકીય આગેવાનોને અપમાનિત કરી મારમાર્યો હોવાનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦: કોગ્રેસના રાજકિય અગ્રણી મંધરા અબદુલ્લા હાજી ઈબ્રાહિમને જે તે વખતે જિલ્લા પો લીસ વડાની કચેરીમા મળવા આવેલ તે વખતે અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી અને માર મારવા બદલ જે તે વખતના કચ્છના એસ.પી કુલદિપ શર્મા તથા અન્ય સામે ૪૧માં વર્ષે સુનાવણી પુરી થઈ છે. કેશ જજમેન્ટ ઉપર છે.
આ કેસની હકિકતો એવી છે કે, કોગ્રેસના રાજકિય અગ્રણી અને અબડાસાના મુસ્લીમ મોવડી ઈભલા શેઠ જે તે વખતના ધારાસભ્ય ખરાશંકર જોષી માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી અને ગાભુભા જાડેજા અને શંકર ગોવિંદજી જોષી સહિતના અન્ય રાજકીય અગ્રણી સાથે નલીયામાં નોધાયેલા ગુ.૨.નં.૪૮/૧૯૮૪ માં પોલીસ દ્વારા પુછપરછના બહાના હેઠળ હેરાન ગતી ન કરે તે માટે રાજકીય તેમજ સમાજીક આગેવાનો સાથે જે તે વખતના કચ્છના એસ.પી કુલદિપ શર્માને તા.૦૬/૦૫/૧૯૮૪ ના રોજ મળવા માટે તેમની કચેરીએ આવેલા અને તે વખતે જયારે કુલદિપ શર્માને ચેમ્બરમાં મળેલા અને રજુઆત બાદ ત્યારે આવેલ વ્યક્તિઓની ઓળખાણ એસ.પી કુલદિપ શર્મા પુછતા બધાએ વારા ફરતી પોતાની ઓળખાણો આપેલ જયારે ઈભલા શેઠએ પોતાની ઓળખાણ આપેલ તે વખતે જણાવેલ કે ઇબ્રાહિમ મંધરા અબડાસાથી તો કુલદિપ શર્માએ કહેલ કે ઈભલા શેઠ તમે ત્યારે ઈબ્રાહિમ મધંરાએ કહેલ કે હુ શેઠ નથી પણ લોકો મને શેઠ કહે છે. પ્રારંભિક વાત પુરી થયા બાદ કુલદિપ શર્મા એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ઈબ્રાહિમ મધંરા ઉર્ફે ઈભલા શેઠનો અપમાન કરી અપラશબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી અને માર મારેલ અને આ બાબતે જે તે વખતે ઈભલા શેઠને લાગેલો હોઈ તેમની સાથે ડેલીગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના ખ્યાતનામ એડવોકેટ એમ.બી.સરદારને રોકી અને તા.૦૮/૦૫/૧૯૮૪ ના ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ અને આરોપી કુલદિપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ બચાવ કરતા ખ્યાતનામ એડવોકેટ એમ.બી.સરદારે એવી રજુઆત તેમજ કાયદાના આધારો સાથે કોર્ટમાં દલીલ કરેલ કે સરકારી વકીલનો કામ ફરિયાદ પક્ષનો કેશ પુરવાર કરવાનો છે નહિ કે આરોપીનો બચાવ કરવાનો પછી આરોપી ભલે ને જિલ્લાના પોલીસ વડા હોય જયારે તે આરોપી તરીકે આવે છે ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાને બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઈએ જે તે વખતે કોર્ટ શ્રી એમ.બી. સરદારની દલીલો તથા તેમણે રજુ કરેલ કાયદાના આધારો સાથે કોર્ટ સહમત થયેલ અને સરકારી વકીલ આરોપી નો બચાવ કરી શકતા નથી તેવુ ઠરાવેલ અને જે તે વખતે હુકમ કરેલ કે આરોપી જાતે અથવા તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર રહે જેથી આરોપી કુલદિપ શર્મા સહિત અન્ય આરોપીઓ એ પ્રાઈવેટ વકીલ રાખેલ અને પોતાનો બચાવ કરેલ અને રજુઆતો કરેલ ત્યારબાદ આરોપીઓ એ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ તથા સેસન્સ કોર્ટ તથા નામદારશ્રી ગુજરાત હાઈકોર્ટમાં એમ.બી.સરદાર જાતે ફરિયાદી વતી હાજર રહી દલીલો કરેલ ૨૦૧૨માં ફરિથી આરોપીઓ એ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ તથા સેસન્સ કોર્ટ તથા નામદારશ્રી ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ કરેલ ત્યારે ખ્યાતનામ એડવોકેટ એમ.બી.સરદાર સાથે ફરિયાદીના સહાયક એડવોકેટ તરીકે એડવોકેટ આર.એસ.ગઢવી હાજર થયેલ અને ૨૦૧૨ થી એમ.બી.સરદારના સહાયક તરીકે શ્રી એમ.બી.સરદાર સાથે તમામ કોર્ટમાં હાજર રહેલ ત્યારબાદ સને ૨૦૨૦ માં કચ્છ ના ખ્યાતનામ એડવોકેટ શ્રી એમ.બી.સરદાર નુ અવશાન થતા આ કેશમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી રહેલ અને ત્યારબાદ આરોપીઓ સામે તમામ જગ્યાએ હાજર થઇ કોર્ટેમાં લડેલ હાલમાં નામદાર શ્રી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઝડપી સુનવણી કરવાની હોઈ અગાઉ આ કેશમાં ચાર આરોપી હતા જે પૈકી બી.એન.ચૌહાણ તથા અન્ય આરોપી પી.એસ.બિશનોઈ ચાલુ પ્રોસિડિંગ દરમ્યાન મુત્યુ થયેલ જયારે અન્ય બે આરોપી કુલદિપ શર્મા તથા ગીરીસ વસાવડા સામે આ કેશ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફેમ કરેલ અને ફરિયાદપક્ષનો પુરાવો નોંધાયા બાદ આ કેશ આરોપી ના સ્ટેટમેન્ટ બાદ તા.૨૮/૦૧/૨૦૨૫ ના રોજ આખરી સુનવણી પુરી થઈ અને કેશ ૪૦ વર્ષ બાદ જજમેન્ટ ઉપર આજે છે આ કેશમાં ઇભલા શેઠના પક્ષ તથા મુળ ફરિયાદી વતી હાજર રહી સિનિયર ધારાશાષાી આર.એસ.ગઢવી એ દલીલ કરેલ જ્યારે આરોપી કુલદિપ શર્મા વતી સિનિયર ધારાશાષાી બી.એમ.ધોળકિયા તથા અન્ય આરોપી ગીરીશ વસાવડા વતી સિનિયર ધારાશાષાી ડી.વી.ગઢવીએ દલીલો કરેલ છે.(૨.૮)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
