News of Monday, 10th February 2025
કચ્છમાં અલગ અલગ માર્ગ ચાર અકસ્માતમાં પાંચના મોત
કાર, છકડો, ટ્રેઇલર અને એક્ટિવાના વાહનચાલકોએ જીવ ગુમાવ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૦: માર્ગ સલામતીની જાહેરાતો અને ઝુંબેશો વચ્ચે કયાંક વાહનચાલકોની ઝડપ તો કયાંક જાગળતિના અભાવે બેદરકારીથી હંકારાતા વાહનો વાહનચાલકો માટે જીવલેણ અકસ્માતનું કારણ બની રહ્યા છે. રાપરના ભીમાસર ગામે અર્ટિગા અને અલ્ટો કાર સામસામે અથડાતા અલ્ટોમાં સવાર ૬૩ વર્ષીય બાબુભાઈ માદેવા હુંબલ આહીર (નિંગાળ, અંજાર) અને ૪૩ વર્ષીય શંભુભાઈ ભીખા વરચંદ આહીર (ચોબારી, ભચાઉ) ના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અર્ટિગામાં સવાર બાબુભાઈ રાજપૂત ને ઈજાઓ પહોંચી હતી. બીજા અકસ્માતમાં ગાંધીધામ નજીક ટ્રેઇલર ચાલકે છકડાને હડફેટે લેતા પાછળ બેઠેલા ૩૫ વર્ષીય ભીખુગર બાબુગર ગોસ્વામીએ જીવ ગુમાવ્યો હતો. ત્રીજા અકસ્માતમાં અંજાર પાસે રિફલેક્ટર કે રેડિયમ વગર હાઇવે રોડ ઉપર ઉભેલા કન્ટેનર ટ્રેલર સાથે પાછળથી આવતું બીજું ટ્રેલર ભટકાતાં આ ટ્રેલર ચાલક લાલકુમાર સુભાષસિંગ નું મોત નીપજ્યું હતું. ચોથા બનાવમાં ભુજની નવી પ્રાંત અને મામલતદાર કચેરી પાસે ખરાબ તૂટેલા રોડ અને યોગ્ય સ્પીડ બ્રેકરના અભાવે ૫૮ વર્ષીય એક્ટિવા ચાલક મનસુખલાલ નાનાલાલ ઘેડિયા (સોની) ને પૂરપાટ આવતી ટ્રકે ઉલાળતા તેમનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
