<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

વંથલીના રાયપુરમાં નવોઢા નેહલ ચાવડાએ ગળાફાંસો ખાધો

સાસુ જોઇ જતાં જીવ બચી ગયોઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૦: વંથલીના રાયપુરમાં રહેતી નેહલબેન નરેન્‍દ્ર ચાવડા (ઉ.વ.૨૨) નામની નવોઢએ ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ સાસુ આવી જતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને નેહલબેનને બચાવી લીધી હતી. તેણીને વંથલી જુનાગઢ, સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

નેહલબેનના માવતર જેતપુર રહે છે. તેણીના લગ્ન ચાર મહિના પહેલા જ થયા છે. પતિ નરેન્‍દ્ર લાઇટ ફીટીંગનું કામ કરે છે. પરિવારજનોના કહેવા મુજબ નેહલબેનને મગજ ભમતો હોઇ અને આંચકીની પણ બિમારી હોઇ કંટાળીને આ પગલુ ભર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વંથલી પોલીસને જાણ કરી હતી.

(11:07 AM IST)