<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ગોંડલઃશ્રી રમાનાથધામમાં ત્રિદિવસીય પાટોત્‍સવનો પ્રારંભ

પૂ. નાથાભાઇ જોશીની આધ્‍યાત્‍મિક ચેતનાઓના સાક્ષાત્‍કાર રૂપ... દરરોજ શતચંડી મહાયજ્ઞમાં આહુતી અર્પણ કરાશેઃ મંદિરમાં સત્‍સંગ, સંકિર્તનઃ આજે રાત્રીના રાસ-ગરબાઃ કાલે લોકડાયરો, હસાયરો

ગોંડલ : શ્રી રામનાથધામમાં આજથી ત્રિદિવસીય પાટોત્‍સવનો પ્રારંભ થયો છે. અને ધાર્મિક વિધી યોજાઇ છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૦ :..  ગોંડલનાં ઉમવાડા ચોકડી નજીક આવેલા આસ્‍થા નાં પ્રતિક સમા અને પુ.નાથાભાઈ જોશીની આધ્‍યાત્‍મિક ચેતનાઓ નાં સાક્ષાત્‍કારરુપ શ્રી રમાનાથધામ ખાતે આદ્યશક્‍તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્‍મળતિમાં દર વર્ષે પાટોત્‍સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ત્રીદિવસીય પાટોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

 આ પ્રસંગે ૧૧ યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞ તેમજ સ્‍મળતિ મંદિરના પ્રાંગણ માં સત્‍સંગ, સંકીર્તનનો કાર્યક્રમ રાખવામા આવ્‍યો છે.

 શ્રી રમાનાથ ધામ મંદિર ખાતે આજ સોમવાર સવાર થી સાંજ સુધી પ્રાત પૂજન સ્‍મળતિ મંદિરે, પ્રાયヘીત વિધિ, દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, સ્‍વસ્‍તિ પુન્‍યા વાંચન, મંડપ પ્રવેશ, સ્‍થાપિત દેવોનું આહવાન, પૂજા, ગળહ શાંતિ હોમાત્‍મક શતચંડી પ્રારંભ, સાયંપૂજા, આરતી, પ્રાર્થના અને રાત્રે ૯.૦૦ કલાકે સપ્તક લોકનળત્‍ય ગ્રુપ, આંતરરાષ્‍ટ્રીય લોકનળત્‍ય ગ્રુપ દ્વારા આપણા રાસ ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

૧૧ ફેબ્રુઆરી મંગળવાર દ્વિતીય દિવસ ના પ્રાત પૂજન સ્‍મળતિ મંદિરે, ગણપતિ પૂજન, સૂર્ય અધ્‍યે પૂજન, સ્‍થાપિત દેવોનું પૂજન, પ્રધાન હોમ ચાલુ, સાય પૂજા, આરતી, પ્રાર્થના અને રાત્રે ૯.૦૦ કલાકે

પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ અને હાસ્‍ય કલાકાર મનસુખભાઇ વસોયા નો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

૧૨ ફેબ્રુઆરી બુધવારે તળતીય દિવસ ના પ્રાત પૂજન સ્‍મળતિ મંદિરે, ગણપતિ પૂજન, સ્‍થાપિત દેવોનું પૂજન, રાજોપચાર પૂજા, પાત્રા સાધન, ધ્‍વજારોહણ, અન્નકોટ દર્શન સવારે ૧૦.૩૦ કલાકે, સ્‍થાપિત દેવોનું ઉત્તર પૂજન, હોમાત્‍મક શત - ચંડી યજ્ઞ અને ત્‍યાર બાદ ૫ કલાકે બીડું હોમવાનું અને સાંજે ૫.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે.

આ ત્રીદિવસીય પાટોત્‍સવ માં સર્વે ભક્‍તજનોને પધારવા રમાનાથધામ ટ્રસ્‍ટ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(11:22 AM IST)