<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

વિરનગરના મંથન શિયાળે ભણતરના ભારથી ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

આટકોટના જંગવડ ગામે આદિવાસી મહિલાનો ઝેરી દવા પી આપઘાત

(કરશન બામટા દ્વારા) આટકોટ તા.૧૦: આટકોટના વિરનગર ગામે ભણતરના ભારથી ત્રસ્‍ત યુવકે ફાંસો ખાઇ જીવાદોર ટુંકાવી લેતા પરિવારમાં શોકની કાલિમા છવાઇ છે.

મળતી વિગતો અનુસાર વિરનગરમાં રહેતા મંથન જયંતીભાઇ શીયાળ (ઉ.વ.૧૮)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. જયંતીભાઇને બે પુત્રો હતા જેમાં મૃતક મંથન મોટો પુત્ર હતો અને તે કોલેજ કરતો હોય જેના અભ્‍યાસનાં ટેન્‍શનમાં રહેતો હોય જેને લઇ તેને ગળાફાંસો ખાલ આત્‍મહત્‍યા કરી લીધાનું અનુમાન પોલીસ તપાસમાં બહાર આવ્‍યુ છે. મૃતકની લાશને જસદણ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો અને આગળની કાર્યવાહી આટકોટ પોલીસ ચલાવી રહી છે.

બીજા બનાવમાં જંગવડ ગામે રહેતી આદિવાસી મહિલા ઘુઘરી ભુરીયાએ ઝેરી દવા પી લેતા આપઘાત કરી લીધો હતો જેમનું મૃત્‍યુ નિપજયું હતું. વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.(

(11:54 AM IST)