<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ગોંડલ અને મેતાખંભાળીયા ગામે જુગારના દરોડા : મહિલા સહિત ૧૧ શખ્‍સો પકડાયા

બે જુગારીઓ નાસી છુટયા : ૨.૧૫ લાખનો મુદામાલ કબ્‍જે : રૂરલ એલસીબીના દરોડા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૦: ગોંડલ પંથક માં રૂરલ એલસીબીએ સપાટો બોલાવી અલગ અલગ બે જગ્‍યાએ દરોડા પાડી જુગાર રમી રહેલી એક મહીલા સહીત ૧૧ જુગારીઓ ને જડપી લઇ રુ.૨,૧૫,૮૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

રૂરલ એલસીબી પી.આઇ. ઓડેદરા,પીએસઆઇ ગોહીલ, એએસઆઇ બાલકળષ્‍ણ ત્રીવેદી,અનીલભાઇ ગુજરાતી,ભગીરથસિંહ જાડેજા,વાઘાભાઇ આલ સહીતની ટીમે ગોંડલ તાલુકાનાં મેતાખંભાળીયા ની સીમ માં બાબુભાઇ સુરાણીની વાડી પાસે આવેલા ખરાબામાં જુગાર રમી રહેલા મેતાખંભાળીયાનાં ચુનીભાઇ ગગજીભાઇ સુરાણી, મેઘાપિપળીયા નાં અશોકભાઈ હિરજીભાઇ આંકોલીયા,રાવણા નાં ધીરુભાઈ ગગજીભાઇ ગીગૈયા તથા મોવીયા રહેતા વલ્લભભાઈ જીવાભાઇ કાલરીયા ને રૂ.૨૮,૫૦૦ ની રોકડ સાથે જડપી લીધા હતા.પોલીસ ને જોઇને જુગાર રમી રહેલા મેતાખંભાળીયાનાં પરિમલ પરવડીયા તથા ગુણવંતભાઇ મકવાણા નાશી છુટયા હોય તેને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

એલસીબી ટીમે બીજો દરોડો ગોંડલનાં ધારેશ્વર રોડ માર્કેજ સ્‍કુલ સામે આવેલ યશ ચંદુભાઈ સોજીત્રાની વાડીમાં પાડી જુગાર રમી રહેલા વાડી માલિક યશ ચંદુભાઈ સોજીત્રા,ભગવતપરામાં રહેતા બટુકભાઈ પરસોતમભાઈ ચોવટીયા,મુકેશભાઇ ઉર્ફ મુન્ના નાથાભાઈ સાવલીયા,રાજકોટ સંત કબીર રોડ ન્‍યુ શક્‍તિ સોસાયટીમાં રહેતા રામદેવસિંહ બહાદુરસિહ ઝાલા,કાળીપાટ રહેતા હરેશ ઉર્ફ હીરાભાઈ ચાંડપા, નવાગામ રહેતા હરેશ ઉર્ફ ભુરો વીહાભ઼ઇ પલાળીયા અને રાજકોટ લક્ષ્મીવાડીમાં રહેતા શોભનાબેન પ્રવિણભાઈ જોશીને  રોકડ રૂ.૧,૦૭,૩૦૦ તથા મોબાઇલ અને વાહન મળી કુલ રૂ..૧,૮૭,૩૦૦ નાં મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

(11:55 AM IST)