News of Monday, 10th February 2025
દ્વારકા જવાના ખંભાળીયાથી શોર્ટકટ ચરકલા રોડને નવો બનાવવા ૪૯ કરોડ ફાળવ્યા

ખંભાળીયા તા. ૧૦ :.. દ્વારકા જવા નેશનલ હાઇવે ફોર ટ્રેક બનાવાયો છે જે ખુબ જ સુંદર તથા છેક દ્વારકા સુધી છે. પણ આ રોડ પર ટોલનાકુ આવતા ૧૦પ રૂા. જવાના ૧૦પ આવવાના થતાં હોય તથા આ રસ્તો લાંબો પડતો હોય લોકો ખંભાળીયાથી વાહનોમાં દ્વારકા જવા લીંબડી રાણ ચરકલા રોડનો ખુબ જ ઉપયોગ કરતા હોય આ રસ્તો મંજૂર કરવા રાજયમંત્રી શ્રી મુળુભાઇ બેરા તથા સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેકની રજૂઆતો પરથી રાજય સરકારે ૪૯ કરોડ રૂપિયા ૩૬ કિલો મીટરના રસ્તા માટે ફાળવ્યા છે.
રાણ, ગુરગઢ ચરકલા દ્વારકા જતાં આ રસ્તાને ૧૦ મીટર પહોળો નવો બનાવવામાં આવશે રાજય સરકારે મંજૂરી આપ્યા પછી તેની તાંત્રીક મંજૂરી પણ આવી ગઇ છે તથા ટેંડરીંગ પ્રક્રિયા પણ શરૂ થઇ છે. અગ્રણી હિતેશભાઇ આચાર્ય દ્વારા આ રસ્તો અત્યંત વિસ્તાર હોય અનેક સ્થળે ખાડા, કાચા રસ્તા જેવો રોડ તૂટેલા પુલીયા, ડામર ફાટી જવાના સ્થળો હોય લોકોને વાહનો ચલાવવામાં ખુબ પરેશાની થતી હોય રાજયમંત્રી શ્રી મુળુભાઇ બેરાનું ધ્યાન પણ દોર્યું હતું.
હોળીમાં પદયાત્રીઓ હજારોની સંખ્યામાં દ્વારકા જતાં હોય આ રસ્તો ખુબ તે સમયે ઉપયોગી હોય તથા લોકોનો સમય તથા બળતણ બચાવતું હોય ખુબ ઉપયોગી થાય છે
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
