<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

જુનાગઢમાં બુધવારે સિન્‍ધી સમાજ દ્વારા સમુહલગ્નઃ સાંઇ શહેરાવાલે ખાસ ઉપસ્‍થિત રહેશે

રપ દિકરીઓ લગ્નગ્રંથીથી જોડાશેઃ આગેવાનો નવદંપતિને આર્શિવાદ પાઠવશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૦: સિન્‍ધી સમાજની ૨૫ દિકરીઓ વેદોક્‍ત ઋચા-મંત્રોચ્‍ચાર સાથે તળતિય સમુહ વિવાહના દિવ્‍ય અને ભવ્‍ય આયોજનમાં પ્રભુતામાં ડગ ભરશે. નવદંપતિને આશિર્વાદ આપવા સિન્‍ધી સમાજ માટે આસ્‍થા સમાન સાંઈ શહેરાવાલે ખાસ પધારવાના છે.

સિન્‍ધુ વેલ્‍ફેર ફાઉન્‍ડેશનના સ્‍થાપક પ્રમુખ સુનિલભાઈ નાવાણીએ સિન્‍ધી સમાજના ભામાશા એવા ચાંદવાણી પરિવાર (રાણાવાવ) તથા અન્‍ય દાતા પરિવારો પાસેથી આર્થિક સહયોગ પ્રાપ્ત કરી સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમ વખત એક જ સ્‍થળેથી સિન્‍ધી સમાજની ૨૫ દિકરીઓના સમૂહ વિવાહની માહિતી આપતા જણાવ્‍યું કે, સિન્‍ધુ વેલ્‍ફેર ફાઉન્‍ડેશનના તમામ ટ્રસ્‍ટીઓ અને દાતાઓની બે હાથોની મહેનત રંગ લાવી છે.

ગિરનારના સાનિધ્‍યમાં પ્રકળતિધામ સામાજીક સોહાર્દથી તા. ૧૨ ને બુધવારે ઈતિહાસ સર્જનાર છે. ૨૫ લગ્ન મંડપો, સમગ્ર પ્રકળતિધામનો શણગાર અને ગોધુલી સમયના વિવાહ વખતે ૨૫ ભૂદેવો દ્વારા વેદોક્‍ત મંત્રોચ્‍ચારથી વડીલો અને ગુરૂમાં આશિર્વાદ આપવા પધારશે ત્‍યારે વાતાવરણ દિવ્‍ય બની જશે.

સમૂહ વિવાહમાં ૨૫ નવદંપતિના બન્ને પક્ષના વડીલો માટે ૧૦૦ રૂમનો ઉતારો, સામૈયું અને સિન્‍ધી સમાજની પરંપરાગત લગ્નવિધિને નિહાળવા જૂનાગઢના કલેક્‍ટરશ્રી અનિલકુમાર રાણાવસીયા, એસપી ભગીરથસિંહ જાડેજા, કમિશ્‍નર ડો. ઓમપ્રકાશ, રાજેશભાઈ ચુડાસમા (સાંસદ), ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા, જયેશભાઈ રાદડીયા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા સહિત આગેવાનો ઉપસ્‍થિત રહી સામાજીક સોહાર્દ એવા સમૂહ વિવાહમાં નવદંપતિને શુભાશિષ પાઠવશે.

સાંઈ શહેરાવાલેજી ઉપરાંત સંતગણમાં મુક્‍તાનંદબાપુ, શેરનાથબાપુ, ઈન્‍દ્રભારતીબાપુ, મહેશગીરીબાપુ તથા ખાખી મઢી આશ્રમ મેંદરડાના મહંત સુખરામદાસબાપુ નવદંપતિને આશિર્વાદ પાઠવશે.

સમુહ વિવાહની વિસ્‍તળત વિગતો આપતા સુનિલભાઈ નાવાણીએ જણાવ્‍યું કે, ઈષ્ટદેવ ઝૂલેલાલ, સંતશિરોમણી સ્‍વામી લીલાશાહ મહારાજની કળપા દ્રષ્ટિથી તા. ૧૨ને બુધવારે સમુહ વિવાહનાં આયોજનમાં બપોરે ૧૨ વાગ્‍યે જાન આગમન, એક વાગ્‍યે ભોજન, ચાર વાગ્‍યે ડીખ, ૫ વાગ્‍યે લાડા, સાંજે ૬ વાગ્‍યે બારાતનું સ્‍વાગત, ૭ વાગ્‍યે હસ્‍તમેળાપ, સાંજે ૭.૩૦ વાગ્‍યે મહાપ્રસાદ અને રાત્રે ૧૦.૩૦ વાગ્‍યે વિદાય કાર્યક્રમ યોજાશે.

સિન્‍ધી સમાજ માટે રૂડા અવસરમાં સહભાગી થવાના નિમંત્રણ સાથે સમગ્ર સિન્‍ધુ વેલ્‍ફેર ફાઉન્‍ડેશનની ટીમ કિશોરભાઈ અજવાણી (ઉપપ્રમુખ), ગિરીશભાઈ કાંજાણી (જનરલ સેક્રેટરી), ડો. પાયલ ગોધવાણી, દિલીપભાઈ બહીરવાણી, હરેશભાઈ ગોધવાણી, શ્રીચંદ લાલવાણી, તોલારામ ગહેનાણી, કમલેશભાઈ ધમાણી, હરેશભાઈ ક્રિપલાણી, જગદીશભાઈ રત્‍નાણી, તુલસીભાઈ ઓતવાણી, જીમ્‍મીભાઈ લાલવાણી, પ્રેમભાઈ ગોધવાણી, નરેશભાઈ ચેલાણી, હિતેષભાઈ નંદવાણી, અશોકભાઈ લાલવાણી, સુમિતભાઈ વિધાણી, રાજાભાઈ ભાનુશાળી, અંકિતભાઈ મદનાણી તથા પરેશભાઈ સોનૈયા અને સ્‍વયં સેવકો આ તળતિય સમુહ વિવાહને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

દાતા પરિવારના સહયોગથી કન્‍યાને કરીયાવરમાં તમામ ઘરવખરી ઉપરાંત આ વખતે એક લાખનું સુવર્ણદાન આપવાનું કર્તવ્‍ય નિભાવી દાતાઓએ યથોચિત્ત દાનની સરવાણી વહાવી છે. જયારે બે હાથોની મહેનત ફળે છે ત્‍યારે સમાજના કાર્યો કરવા અમોને અનોખી ઉર્જા મળતી હોવાનું જણાવી સમૂહ વિવાહમાં સહયોગ આપનારા તમામનો આભાર માની સુનિલ નાવાણીએ કળતજ્ઞતાભાવ વ્‍યક્‍ત કર્યો હતો

(1:52 PM IST)