<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

જેતપુર સીટી કાઉન્‍સિલ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્‍મરણાર્થે ૧૭માં સમગ્ર ગુજરાત સર્વજ્ઞાતિ રજવાડી સમૂહ લગ્ન

 

 જેતપુરઃ તા. ૧૦: ખેડૂત નેતા જયેશભાઈ રાદડિયા ધારાસભ્‍ય  ના વડપણ હેઠળ ચાલતીસીટી કાઉન્‍સિલ ઓફ જેતપુર દ્વારા આગામી સમયમાં સમગ્ર ગુજરાત સર્વ જ્ઞાતિ રજવાડી સમુહ લગ્નનું ૧૬ મી વાર આયોજન કરવામાં આવશે.

 સહકારી નેતા  વિઠ્ઠલભાઈ રાદડિયા સ્‍મરણાર્થે ૨૦/૪/ ૨૫ રવિવારના રોજ સમગ્ર ગુજરાત સર્વ જ્ઞાતિ રજવાડી સમૂહ લગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવનાર હોય નવ દંપતિઓને સોના ચાંદીની વસ્‍તુ ઉપરાંત સેટી પલંગ, કબાટ, ખુરશી ઉપરાંત ઘર વપરાશની અનેક ચીજવસ્‍તુ કરિયાવરમાં આપવામાં આવશે તો આ સમૂહ લગ્નોત્‍સવમાં જોડાવા ઈચ્‍છતા યુવક યુવતીઓના વાલીઓએ તા. ૩૧/૩/૨૫ સુધીમાં વહેલો તે પહેલાંના ધોરણે મનહરભાઈ વ્‍યાસ રુચિ કોમ્‍પલેક્ષ, સ્‍ટેન્‍ડ ચોક, ત્રીજો માળ, જેતપુર મો. ૯૪૨૭૨૩૭૭૪૬ ખાતેથી ફોર્મ મેળવી પરત જમા કરવાના રહેશે વધુ વિગત માટે ઙ્કવીણભાઈ ગજેરા (દયાનંદ એન્‍જિનિયરિંગ) મો. ૯૮૯૮૧૬૪૪૪૬, ઙ્કવીણભાઈ નંદાણીયા મો. ૯૩૭૭૧૪૬૬૫૫, સવજીભાઈ બુટાણી જનતા મેડીકો મો. ૯૮૨૪૧૫૪૩૩૬ નો સંપર્ક સાધવો.સંસ્‍થાના સુપ્રિમો જયંતીભાઈ રામોલિયા, વસંતભાઈ પટેલ, અરવિંદભાઈ વોરા, મનીષભાઈ કરેડ, વિનોદભાઈ કપુપરા સહિત ની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(2:41 PM IST)