News of Monday, 10th February 2025
સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરનો ૨૩મો પાટોત્સવ તથા શિક્ષાપત્રી કથાનો પ્રારંભ
૨૩માં પાટોત્સવ નિમિતે શિક્ષાપત્રી કથાની ભવ્ય પોથીયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર નીકળી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૦: શહેરની મધ્યમાં શિવાજીનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના નીજ મંદિરમાં બીરાજતા સર્વ દેવોનો ૨૩મો વાર્ષિક પાટોત્સવનો ધામધૂમપૂર્વકથી ઊજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે ત્રિદીનાત્મક સંગીતમય શૈલીમાં શિક્ષાપત્રી કથા યોજાશે જેના વકતા તરીકે શાષાી નિર્લેપસ્વામીજી વ્યાસપીઠ પર બિરાજી મધૂર કથામળત નું રસપાન કરાવશે આ સમગ્ર મહોત્સવના યજમાન તરીકે અક્ષર નિવાસી મનજીભાઈ ગોવિંદભાઈ જયાણીનો સમગ્ર પરીવાર રહેશે આતકે સાવરકુંડલા શહેર અને તાલુકાના ૭૯ ગામોના હરિભક્તો દેવ દર્શન, કથામળત રસપાન, અભિષેક વગેરે ધાર્મિક પ્રસંગોનો લાભ લેશે જેમની વિશાળ હરિભક્તો ભાઈઓ બહેનો સાથે શહેરના મુખ્યમાર્ગો પર પોથીયાત્રા નીકળી હતી આ તકે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભગત અતુલભાઈ જાની નિવળત ફૌજી, અમિતગીરી ગોસ્વામી, રાજુભાઈ જ્યાણી આઈસ્ક્રીમ વાળા, ભીખાભાઈ કાબરીયા વગેરે હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
