તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 10th February 2025
અમરેલી જીલ્લામાં પાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના આગેવાનોને જવાબદારી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) તા. ૧૦: ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ સીમ વિસ્તારમાં આવેલ તળાવ માં યુવાનની લાશ પડી હોય તે બાબતે પાટણવાવ પોલીસને જાણ થતા તાત્કાલિક પાટણવાવ ના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી વાઢીયા પીએસઆઇ કે એન કામડિયા વિગેરે સ્ટાફ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવાનની લાશ બહાર કાઢીને મોટીમારડ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા તબીબો એ મળત જાહેર કરેલ ઉપરોક્ત લાશ બાબતે પાટણવાવ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા મોટીમારરડ ગામ ના યુવાન પ્રવીણ સામત ડેર નામ ના ૪૦ વર્ષના યુવક ની પેટ ના ભાગ એ ઘાતક હથિયાર ના ઘા મારી ને હત્યા કરી હોવાનું તારણ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે મળતક ના પેટ ના ભાગે એ ઇજા ના નિશાન જોવા મળ્યા હત્યા પાછળ નું કારણ અકબંધ જોવા મળી રહ્યું છેપોલીસે જણાવેલ કે તેમના પરિવારજનોને પૂછપરછ કરતા મરણ જનાર યુવક ગત રાત્રિ એ ઘરે થી બહાર જવાનું કહી ને નિકળ્યો હતો બાદ રવિવારે સવારે તળાવમાંથી લાશ મળી હતી
બાદ પાટણવાવ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.વાઢીયા પી.એસ. આઈ.કે.એન. કામડિયા સહિત ના પોલીસ સ્ટાફ ઘટના સ્થળ એ પોહચી અને લાશ ને પીએમ અર્થે મોટીમારડ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવેલ બાદ યુવક ન પરિવાર જનો એ ફોરેન્સિક પી એમ ની માંગ કરતા લાશ ને રાજકોટ ફોરેન્સિક પી એમ અર્થે લઈ જવામાં આવેલ
બાદ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર ના બહેન ભાવનાબેન ઉર્ફે ે ભુરીબેન સામતભાઈ ડેર જાતે આહિર ઉંમર વર્ષ ૩૬ જેવો કળષ્ણનગર શેરી નંબર ૧ મોટીમારડ ખાતે રહે છે
તેઓએ પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવેલ કે મરણ જનાર પ્રવીણભાઈ ઉર્ફે ભગો સામતભાઈ ડેર જે ગઈ તારીખ ૮ ના રાત્રિના ૮:૩૦ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા જે પરત નહીં આવતા તારીખ ૯ ને રવિવાર સવારે ૯: ૨૧ ના સમય આસપાસ તેમનો મળત્યુ દેહ મોટીમારડ ગામ પાસે ચીખલીયા ગામ પાસે મોરડીયા રોડ તળાવ પાસેથી પાટણવાવ પોલીસ ને મળતા તેમની તીક્ષણ હથિયારોના ઘા મારીને હત્યા કરવામાં આવી હોય તેમજ અજાણ્યા શખ્સો દ્વારા શરીરમાં તીક્ષણ હથિયારોના ઘા તેમજ દોરી વડે ગળાફાંસો આપીને મળત્યુ નીપજાવેલ હોય તે બાબતની ફરિયાદ નોંધાવતા પાટણવાવના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી વાઢીયા એ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવા પાટણવાવ પોલીસ સ્ટેશનને તપાસ હાથ ધરી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
