<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

માળીયા મિંયાણાના ચાંચાવદરડા ગામની સીમમાં સરકારી ગોદામમાંથી અનાજ ચોરીનું કૌભાંડ પકડાયું

પોલીસે મોરબી અને રાજકોટ રહેતા મધ્‍યપ્રદેશના બેને ઝડપી લીધાઃ એકનું નામ ખુલ્‍યું : પકડાયેલ બંન્ને શખ્‍સોની ત્રણથી ચાર વાર સરકારી ગોદામમાંથી અનાજનો જથ્‍થો ચોરી કરી બજારમાં વેચી નાખ્‍યાની કબુલાત

તસ્‍વીરમાં પકડાયેલ બંન્ને શખ્‍સો (નીચે બેઠેલ) સાથે માળીયા મિંયાણા પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્‍વીરઃ રજાક બુખારી-માળીયા મિંયાણા)

(રજાક બુખારી દ્વારા)માળીયા મિંયાણા, તા., ૧૦ : માળીયામિંયાણાના ચાંચાવદરડા ગામની સીમમાં સરકારી બાબુઓને અંધારામાં રાખીને સરકારી અનાજની ગોદામમાં સરકારી અનાજ ચોરટાઓ ચોરી કરીને ચરી ગયાનો પર્દાફાશ થયો છે માળીયા પોલીસે  સરકારી અનાજની ચોરી કરીને અનાજ સગેવગે કરે તે પહેલા જ માળીયા પોલીસે બે શખ્‍સોને અનાજના જથ્‍થા સાથે ઝડપી લીધા છે.

 માળીયા પીઆઈ આર.સી.ગોહિલ તથા માળીયા મીયાણા પો.સ્‍ટેના પોલીસ સ્‍ટાફના માણસો નાઇટ રાઉન્‍ડ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પોલીસ સ્‍ટાફના પો.કોન્‍સ જયપાલસિહ ઝાલા તથા મનસુખભાઇ ચાવડા સહીતનાઓને સંયુકત રાહે હકીકત મળેલ કે ચાંચાવદરડા ગામની સીમમા આવેલ સરકારી ગોદામ માંથી અમુક ઇસમો સરકારી અનાજનો જથ્‍થો ચોરી કરી તેનુ વેચાણ કરી આર્થીક લાભ મેળવે છે અને હાલે તેઓની પ્રવળત્તિ ચાલુ છે જે હકિકતના આધારે હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરતા સરકારી અનાજનો ઘઉં,ચોખાના જથ્‍થા સાથે બે ઇસમો મળી આવતા જેઓની પુછપરછ કરતા પોતે ત્રણથી ચાર વખત આ પ્રકારે સરકારી ગોદામમાંથી અનાજનો જથ્‍થો ચોરી કરી બજારમા તેનુ વેચાણ કરી આર્થીક લાભ મેળવતા હોવાનુ જણાવતા હોય જેઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

પકડાયેલા આરોપી શીવરાજસિંગ કાલીયરન ભુરેલાલ રાજપુત ઉ વ.૨૮ ધંધો ડ્રાઇવીંગ રહે.મોરબી યમુનાનગર શેરી નં ૦૪ મુળ રહે.પોરસા પો.સ્‍ટ જોટાઇ તા.પોરસા જી મુરૈના (મધ્‍યપ્રદેશ)  રાહુલ પુજારામ  રાજપુત ઉવ.૨૨ ધંધો મજુરી રહે હાલ ગ્રીન લેન્‍ડ ચોકડી ઝુપડપટ્ટી વિસ્‍તાર મુળ રહે રાનપુર પો.સ્‍ટે આંબા તા.પોરસા જી મુરૈના (મધ્‍યપ્રદેશ)  તેમજ પકડવાના બાકી આરોપી રમેશ રહે શનાળા તા.જી મોરબી તમામ પાસેથી પોલીસે કબ્‍જે કરેલ મુદ્દામાલ ચોખાની (ચાવલ)ની બોરીઓ નંગ કુલ ૧૧ કુલ વજન પ૫૦ કિલો રૂ.૨૨.૦૦૦ ઘઉંની બોરીઓ નંગ ૪ કુલ વજન ૨૦૦ કિલો કિ.રૂ ૬૦૦૦ ઇક્કો ગાડી GJ-36-AF-૧૧૫૩ કિ.રૂ. ૪,૦૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ ૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૪૭૫૦ મળી કુલ રૂપીયા ૪.૪૨.૭૫૦નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

(2:24 PM IST)