<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ઝડપાઇ

 

ખંભાળીયા : બરડા ડુંગરમાં પ્રોહી અંગે કોમ્‍બિંગનું આયોજન કરવામાં આવેલ હોય ફરાર આરોપી ડાયાભાઇ દેવાભાઇ રબારી રહે.ધ્રામણીનેશ તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકા વાળો ધ્રામણીનેશથી સાકરોજા તળાવ જતા ડુંગરની ભીંતમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે. અને હાલમાં તેની આ પ્રવળતી ચાલુ હોવાની ચોક્કસ હકીકત આધારે ઉપરોક્‍ત જગ્‍યાએ રેઇડ કરતા રેઇડ દરમ્‍યાન નીચે જણાવેલ મુદ્દામાલ મળીે આથો લીટર ૧૬૦૦ કિ.રૂા- ૪૦,૦૦૦નો મુદામાલ મળી આવેલ હોય  આ કામગીરી ભાણવડ પો. સ્‍ટે. I/C પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે.કે.મારૂ  પો.સબ.ઇન્‍સ. શ્રી પી.જે.ખાંટ સાહેબ તથા એ.એસ.આઇ ગીરીશભાઇ ગોજીયા તથા કેશુરભાઈ ભાટીયા તથા પો.હેડ કોન્‍સ. જેશાભાઈ બેરા તથા શક્‍તિસિંહ ઝાલા તથા જીતુભાઇ જામ તથા વિપુલભાઇ મોરી તથા કિશોરસીંહ જાડેજા તથા પો.કોન્‍સ વેજાણંદભાઇ બેરા તથા ફોરેસ્‍ટ વિભાગના મુંકુંદભાઈ રઘુભાઇ સોઢા (વનપાલ પાછતર) તથા રામદેભાઇ રાજશીભાઈ કોટા (ફોરેસ્‍ટ ગાર્ડ) વિગેરે એ કરેલ હતી.

(2:26 PM IST)