News of Monday, 10th February 2025
બાઇક અથડાયા બાદ ટ્રકમાં આગ બાઇક ચાલક પડધરીના રસીકભાઇ સિંઘવનું મોત

રાજકોટ-જામનગર હાઇવે ઉપર આવેલ પડધરી બાયપાસ સર્કલથી આગળ ક્રિસ્ટલ સ્કુલની નજીક રોડ ઉપર ટ્રક સાથે બાઇક અથડાયા પછી એકાએક ટ્રકમાં આગ લાગતા ટ્રક ભસ્મિભૂત થઇ ગયેલ છે. જયારે બાઇક ચાલક રસીકભાઇ ઘુડાભાઇ સિંઘવ (ઉ.વ. પ૦) રે. ગીતાનગર પડધરીનું મોત થયુ હતું. અકસ્માતના કારણે બાઇકની ટાંકી તુટી જતા પેટ્રોલ લીંક થઇ જતા ટ્રકમાં આગ લાગી હતી. આ બનાવના પગલે પડધરી પોલીસે વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવી દિધો હતો. તસ્વીરમાં સળગતો ટ્રક અને મૃતક પ્રોઢનો મૃતદેહ નજરે પડે છે.(તસ્વીર-અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી, સંજય ડાંગરઃ ધ્રોલ)
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
