<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

પોલીસ પર હુમલો કરનાર મુખ્ય આરોપી તથા તેને આશરો આપનાર શખ્શોને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ : જુઓ સંપૂર્ણ યાદી

( વિનુ જોશી દ્વારા )  જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ ઇ.પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના કરવામા આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ.ડી.કે.ઝાલા, વાય. પી. હડીયા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૫૨૫૦૦૯૭ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),  ૧૨૧(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૨૬૨, ૨૬૩(બી) મુજબ તથા ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૫૨૫૦૦૦૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૧૧૬બી તથા બી.એન.એસ. કલમ ૧૧૧(૩), ૧૧૧(૪) મુજબના ગુન્હાના કામે પ્રોહીબીશન તથા પોલીસ પર હુમલો કરનાર મુખ્ય આરોપી લખન મેરૂભાઇ ચાવડા (રહે. જુનાગઢ વાળો) પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જે દરમ્યાન ખાનગીરાહે ક્રાઇમ બ્રાન્ચના પો.કોન્સ. દિવ્યેશકુમાર ડાભી તથા દિપકભાઇ ચૌહાણને ચોક્કસ હકિકત મળેલ કે, આરોપી લખન મેરૂભાઇ ચાવડા રબારી( રહે. જુનાગઢ વાળા)ને (૧) સુનીલ લાખા ભારાઇ (૨) અલી ઉર્ફે બબલુ રફીકભાઇ મકરાણી (૩) જયેશ ઉર્ફે ઇલુ અશોકભાઇ ગાંગડીયા (રહે. ત્રણેય જુનાગઢ વાળા)ઓએ આશરો આપેલ છે અને આ ત્રણેય શખ્શોને આરોપી લખન ચાવડાને આઇટેન કાર રજી. નં.જીજે-૧૧-બીએચ-૭૪૨૭ મારફતે રાજસ્થાન રાજ્યના જોધપુર ખાતે હોટલ ડેઝલમાં છુપાવેલ છે. તેવી ચોક્ક્સ બાતમી હકિકત આધારે તાત્કાલીક રાજસ્થાન ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોકલી સ્થાનીક પોલીસની મદદ મેળવી હકીકત વાળી જગ્યાએ જતા ઉપરોક્ત તમામ શખ્સો હાજર મળી આવતા પકડી પાડી હસ્તગત કરી ઉપરોક્ત ગુન્હામાં અટક કરવા કાર્યવાહી કરવામાં આવેલ છે.    

Ø  અટક કરેલ આરોપીનું નામ, સરનામુ તથા ગુન્હાઇત ઇતીહાસ:- 

(૧) લખન મેરૂભાઇ ચાવડા , ઉવ.૨૪ ધંધો. માલઢોરનો (રહે. જુનાગઢ ગીરનાર દરવાજા પાસે ચામુંડા મંદિર ઢોરા ઉપર )

(7:13 PM IST)