News of Tuesday, 11th February 2025
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુગરા આકરા પાણીએ
નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની સામે ઉમેદવારી કરનાર પક્ષ કાર્યકરો વિરુદ્ધ જિલ્લા ભાજપ દ્વારા આકરા પગલા તમામને છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યથી સસ્પેન્ડ કરાયા

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : નગરપલિકાની ચૂંટણીઓમાં ભાજપની સામે ઉમેદવારી કરનાર પક્ષના કાર્યકરો વિરૂધ્ધ જિલ્લા ભાજપ દ્વારા આકરા પગલા તમામને છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યેથી સસ્પેન્ડ કરાયા છે
તાજેતરમાં યોજાયેલ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના આદેશની વિરૂધ્ધ જઈ, પક્ષના અધિકૃત ઉમેદવાર સામે જે કાર્યકરોએ ઉમેદવારી નોંધાવેલ છે તેઓની સામે પ્રદેશ સંગઠનની સુચના અનુસાર આકરા પગલા લઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરાએ આવા તમામ કાર્યકરોને આગામી છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય સહિત તમામ હોદાઓ પરથી સસ્પેન્ડ કરેલ છે.
સસ્પેન્ડ કરાયેલ સભ્યોમાં (૧) કાલાવડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરિશચંદ્રસિંહ જાડેજા (ર) એ.પી.એમ.સી. જામજોધપુરના રાજુભાઈ કાલરીયા (૩) જામજોધપુર મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન ખાંટ (૪) વિરાભાઈ કટારા (૫) જિલ્લા આર્થિક સેલના સહકન્વીનર હિતેષ ભોજાણી (૬) ધ્રોલના કાર્યકર્તા ચન્દ્રકાંતભાઈ વલેરા (૭) અનુ.જાતી મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડા સામેલ છે તેમ જિલ્લા ભાજપ દ્વારા યાદીમાં જણાવેલ છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
