<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

માયાભાઈ આહિરની ચાલુ ડાયરામાં તબિયત લથડતા અમદાવાદ લઈ જવાયાઃ ડો.તેજસ પટેલે કરી એન્‍જયોપ્‍લાસ્‍ટી : જુઓ વિડિઓ

જયસિયારામ... આપણે એકદમ રેડી છીએ... કોઈએ ચિંતા કરવાની જરૂર નથીઃ માયાભાઈ : વિશ્‍વવિખ્‍યાત હાર્ટસર્જન પદ્મભૂષણ ડો.તેજસ પટેલની દાનિષ્‍ઠ સારવારઃ માયાભાઈને ભયમુકત જાહેર કર્યા

અમદાવાદ, તા.૧૧: જાણીતા લોકસાહિત્‍યકાર માયાભાઈ આહીરની મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાનાં ઝુલાસણ ખાતે ગઈકાલે લોકડાયરા કાર્યક્રમ દરમિયાન તબિયત અચાનક બગડી હતી. ત્‍યાર બાદ માયાભાઈ આહીરને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. સારા સમાચાર એ છે કે, લોકસાહિત્‍યકાર માયાભાઈ આહીરની તબિયતમાં સુધારો છે. આજે સવારે માયાભાઈ આહીરે હોસ્‍પિટલમાંથી ચાહકો માટે વીડિયો સંદેશ મોકલ્‍યો છે. જેમાં તેમણે પોતાના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા ન કરવા લોકોને જણાવ્‍યુ હતુ. માયાભાઈએ આજે સવારે હોસ્‍પિટલના રૂમમાંથી જ લોકો માટે એક વીડિયો સંદેશ મોકલ્‍યો છે. જેમા તેમણે કહ્યુ છે કે, ‘જય સીયારામ, આપણે એકદમ રેડી છીએ હોં, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.'

નોંધનીય છે કે, માયાભાઈ આહિર સોમવારે કડીના ઝુલાસણ ગામમાં એક ડાયરામાં હાજર હતા. તે દરમ્‍યાન ચાલું ડાયરામાં અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તાત્‍કાલિક તેમને અમદાવાદની ખાનગી હોસ્‍પિટલમાં લવાયા હતા. જ્‍યાં તેમની સારવાર ચાલી રહી છે.

ગઈ કાલે રાત્રે સમર્થ લોકસાહિત્‍યકાર શ્રી માયાભાઈ આહીરની તબિયત ચાલુ કાર્યક્રમ દરમ્‍યાન લથડી હતી, તેમણે હાર્ટ એટેક આવ્‍યો હતો. ઝુલાસણ ગામના મિત્ર શ્રી સતિષભાઈ પટેલ સહિતના આયોજક મિત્રોની સતર્કતાના કારણે હાર્ટ એટેકના ગંભીર હુમલામાં તાત્‍કાલિક સારવાર મેળવી શકયા.

ગુજરાતના ખ્‍યાતનામ હાર્ટ સર્જન ડો. શ્રી તેજસભાઇ પટેલે મોડી રાત્રે સારવાર કરી બ્‍લોકેજમાં એનજીઓપ્‍લાસ્‍ટિ કરી (સ્‍ટેન્‍ટ) બેસાડી ભયમુક્‍ત જાહેર કર્યા.

એન્‍જયોપ્‍લાસ્‍ટિ પછી માયાભાઈની તબિયત ખૂબ જ સારી હોવાનું અને તેમને આરામની સલાહ આપ્‍યાનું આજે સવારે ડો. તેજસભાઈ પટેલે અકિલાને આપેલી એક મુલાકાતમાં જણાવ્‍યું હતું.

રાજ્‍યના આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સમયસરની મદદ કાયમી યાદ રહેશે તેમ સર્જરી બાદ  હળવા અંદાજમાં શ્રી માયાભાઈએ પોતાના પરિવારજનો , કુટુંબીજનો , મિત્રો , શુભેચ્‍છકો , અને ચાહકોને  સંદેશ પાઠવ્‍યો.

ઋષિકેશભાઈએ મોડી રાત્રે ડો. તેજસભાઈ પટેલને ખાસ વિનંતી કરી માયાભાઇ માટે તાત્‍કાલિક હાર્ટ ઓપરેશનની ઇમર્જન્‍સી વ્‍યવસ્‍થા કરાવી હતી.

માયાભાઈએ હોસ્‍પિટલમાંથી સંદેશો મોકલ્‍યો છે, તેમણે કહ્યું કે જય સિયારામ, આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

કડીનાં ઝુલાસણ ખાતે ડાયરામાં હતા. ત્‍યારે ડાયરા દરમિયાન માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. તબિયત લથડતાં તેઓને અમદાવાદની એપેક્ષ હાર્ટ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

તેમણે ચાલુ ડાયરામાં કહ્યું હતું કે, મારા જીવનમાં પહેલી વખત તબિયત આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે આવ્‍યો છું અને મારો કોઈ એવો ઇરાદો નથી કે હું અહીંથી નીકળી શકું. પરંતુ આપ બધાને, દાતાઓને, તમામ વડીલોને પ્રણામ કરું છું.

આવતીકાલે સીએમ સાહેબ પધારે ત્‍યારે પણ બધાય ભાવથી રાસ ગરબા રમજો. અને તમામ વડીલોની ક્ષમા માંગુ છું, ત્‍યારબાદ માયાભાઈ આહીર પાસેથી માઈક લઈને આયોજકોએ જણાવ્‍યું કે, અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ-બહેનો અને દાતાઓને જાણ કરવાની છે કે માયાભાઇને અડધો કલાક પહેલા થોડો છાતી દુખાવો ઉપડ્‍યો છે અને આપણે પ્રાથમિક સારવાર આપી દીધી છે. એસીજી અને એ બધુ જોવડાવ્‍યું તો મોટા હોસ્‍પિટલમાં શિફ્‌ટ કરીને આગળની કાર્યવાહી કરવાની કરવી છે અને આપણાં મહેમાન છે, આપણી જવાબદારી ડબલ છે, તબિયત પહેલી, શરીર પહેલું, પ્રોગ્રામો તો આવશે અને જશે. એમણે તો (મહાભાઈ આહિરે) કહ્યું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ. પરંતુ અમે કહ્યું કે તમને ૫ મિનિટથી વધારે નહીં બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, તમે અમારા મહેમાન છો તો અમે એમને શિફ્‌ટ કરશું.

કડીનાં ઝુલાસણ ખાતે ડાયરામાં હતા. ત્‍યારે ડાયરા દરમ્‍યાન સાહિત્‍યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. માયાભાઈને હ્રદય રોગનો ગંભીર હુમલો આવ્‍યો હતો. તબિયત લથડતા તેઓને અમદાવાદની એપેક્ષ હાર્ટ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં મોડી રાત્રે વિશ્વ વિખ્‍યાત હાર્ટ સર્જન  પદ્મભૂષણ ડો. તેજસભાઈ પટેલે તાકીદની એનજીઓપ્‍લાસ્‍ટિ સર્જરી કરી સ્‍ટેન્‍ટ બેસાડેલ. (રર.૯)

(1:25 PM IST)