<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાકળ વર્ષાઃ વાદળા છવાતા ખેડૂતોમાં ચિંતા

લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવતા ઠંડીમાં રાહતઃ વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધારો

પ્રથમ તસ્‍વીરમાં વાંકાનેર બીજી અને ત્રીજી તસ્‍વીરમાં આટકોટ પંથકમાં છવાયેલ ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્‍વીર : મહમદ રાઠોડ(વાંકાનેર), કરશન બાંમટા (આટકોટ)

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં આજે ઘટાડા સાથે ઝાકળવર્ષા થઇ છે અને વાદળા છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. જીરૂ, ધાણા, ઘઉં, ચણા, તુવેર, એરંડાની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે.

આજે નલીયામાં ૧ર, રાજકોટમાં ૧પ.૮, જામનગરમાં ૧પ.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ.પ, મહત્તમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૯૮ ટકા, પવનની ગતિ ૩૬ કિ. મી. રહી હતી.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..  જૂનાગઢના લઘુતમ તાપમાનમાં ૪.૨ ડિગ્રીનો ધરખમ વધારો થવાની સાથે વાતાવરણમાં ૮૮ ટકા ભેજથી ઝાકળ વર્ષા થઈ હતી.

નવા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોંધાયા બાદ રાત્રીનું તાપમાન ૧૯.૨ ડિગ્રી રહ્યું હતું. આજે સવારે લઘુતમ તાપમાન ૪.૨ ડિગ્રી વધીને ૧૬.૬ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડીમાં ધરખમ ઘટાડો થયો હતો.

સવારે ઠંડી ઘટવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૮ ટકા એ પહોંચી જતા ઝાકળ વર્ષા થઈ હતી. સવારે પવનની ઝડપ પણ વધીને પ્રતિ કલાકની ૩.૮ કિલોમીટરની થઈ હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ :.. હવામાન માં પલટાઈ ગયું હોય બે દિવસથી ૩૫ ડિગ્રી તાપમાન થતા શિયાળા પાકને નુકસાનીની ભીતી સેવાઈ રહી છે અચાનક જ ૩૫ ડિગ્રી ની ગરમી પડતા શિયાળો પાક જેમાં ઘઉં જીરુ પાક મોડો વાવેતર કરેલ છે તેમને ઉત્‍પાદનમાં નુકસાન થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને આ બે દિવસથી તાપ પડી રહ્યો હોય ત્‍યારે આ શિયાળો પાક ઉત્‍પાદનમાં ઘટાડો નોંધાશે તેવું જણાવ્‍યું હતું. ઘણા ખેડુએ મોડું વાવેતર કર્યું હોય ત્‍યારે હજી જીરા તેમજ ઘઉં નાના હોય તેમને હજી ઠંડીની જરૂરિયાત હોય ત્‍યારે જ વાતાવરણમાં ગરમી આવતા આ પાકને ઉત્‍પાદનને ફટકો પડશે એવું જણાઈ રહ્યું છે.

જસદણ પંથકમાં ધુમ્‍મસ છવાયું વહેલી સવારથી ધુમ્‍મસ છવાયું આટકોટ જંગવડ, પાંચવડા, જીવાપર સહિત વિસ્‍તારોમાં ધુમ્‍મસ છવાયું વિજબીલીટી ઘટી જતાં વાહન ચાલકો પરેશાન હાઇવે પર વાહનો લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવા પડયા હતાં. શીયાળુ જીરૂં પાકને નુકસાનીની ભીંતી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

વાંકાનેર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર : વાંકાનેરમાં આભમાં આછા વાદળોની ચાદર સાથે વહેલી સવારે ગાઢ ધુમ્‍મસ છવાયું હતું. ઠંડક પ્રસરાવતો વાતાવરણનો આ બદલાવ મોર્નિંગ વોકમાં નીકળનારાઓ માટે આહલાદક લાગતો હતો. (પ-૯)

કયાં કેટલી ઠંડી

શહેર                 લઘુતમ તાપમાન

અમદાવાદ      ૧૪.૦ ડીગ્રી

બરોડા           ૧પ.૮ ડીગ્રી

ભાવનગર       ૧૭.૬ ડીગ્રી

ભુજ              ૧૬.૭ ડીગ્રી

ડીસા             ૧૩.૪ ડીગ્રી

દીવ             ૧ર.૬ ડીગ્રી

દ્વારકા            ર૦.૪ ડીગ્રી

ગાંધીનગર      ૧ર.પ ડીગ્રી

જામનગર       ૧પ.પ ડીગ્રી

કંડલા            ૧પ.૬ ડીગ્રી

નલિયા          ૧ર.૦ ડીગ્રી

અોખા          ર૦.૬ ડીગ્રી

પોરબંદર        ૧પ.પ ડીગ્રી

રાજકોટ ૧પ.૮ ડીગ્રી

સુરત            ૧૮.૦ ડીગ્રી

વેરાવળ ૧૮.૭ ડીગ્રી

(11:27 AM IST)