News of Tuesday, 11th February 2025
વાંકાનેરના ધમલપર ગામની સીમમાં રેલ્વે ફાટક બંધ કરી દેવાતા ખેડુતો રોષે ભરાયાઃ રેલ રોકો આંદોલન

વાંકાનેરઃ તાલુકાના ધમલપર ગામની સીમમાં ખેડૂતોના ખેતરો તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ રેલ્વે ફાટકને તંત્ર દ્વારા અચાનક કોઈપણ પ્રકારની નોટિસ વગર બંધ કરી દેતા ખેડૂતો તથા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, ત્યારે આજરોજ રોષે ભરાયેલા ખેડૂતોએ ફાટક ખાતે આવી રેલ્વે ટ્રેક પર દેખાવો કરી, ટ્રેન થોંભાવી ફાટક પુનઃ શરૂ કરવા અન્યથા કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી હતી. ગામની સીમમાં આવેલ રેલ્વે ફાટક નંબર ૯૨ ને ગત તા. ૨૫ થી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રેલ્વે વિભાગ દ્વારા બંધ કરી દેવાતા જે બાબતે અગાઉ પણ અનેક વાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ હાલ ન થતા સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકો રેલ્વે ટ્રેક પર દેખાવો કરી સુઇ જઇ ટ્રેનને થોંભાવી દેતા રેલ્વે તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક સ્થળ પર પહોંચી દેખાવકારો સાથે વાટાઘાટો કરી રેલ વ્યવહાર પુનઃ સ્થાપિત કર્યો હતો
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
