તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
‘‘સોમનાથ મહોત્સવ''ની તૈયારીઓ સંદર્ભે સ્થળનુ નિરીક્ષણ કરતા દિગ્વિજયસિંહ જાડેજા
સોમનાથ ખાતે તા.૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના અવસર પર યોજાશે ‘‘ સોમનાથ મહોત્સવ''

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧૧ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ સોમનાથ ખાતે મહાશિવરાત્રી દરમિયાન ‘‘સોમનાથ મહોત્સવ''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલાં પ્રાંગણમાં યોજાનાર મહોત્સવની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી.
કલેક્ટરએ સ્થળ મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓને ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન જરૂરી સુવિધાઓ, વીજ જોડાણ, પીવાના પાણીની વ્યવસ્થા, કલાકારો માટે ગ્રીનરૂમ, ટ્રાફિક નિયમન, પર્યટકો માટે ર્પાકિંગની સુવિધા, આરોગ્યને લગતી પ્રાથમિક સારવાર, સ્ટેજ તૈયાર કરવા સહિતનું જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,‘‘સોમનાથ મહોત્સવ''માં ખ્યાતનામ કલાકારો દ્વારા તાલબદ્ધ નળત્ય, ઋષિકુમારો દ્વારા ‘‘સાગર આરતી'' સહિતની સાંસ્કળતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.
જેના માધ્યમથી મહાશિવરાત્રી દરમિયાન દેશભરમાંથી શ્રદ્વાળુઓ ભગવાન સોમનાથના દર્શન માટે પધારશે ત્યારે પર્યટકો કલા સાથે આરાધનાના સંગમરૂપ ત્રિ-દિવસીય મહોત્સવમાં સાંસ્કળતિક વિરાસત અને કલા વૈભવથી પણ પરિચિત થશે.
કલેક્ટરશ્રીની સ્થળ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ કલેક્ટર એફ.જે.માંકડા, પુરવઠા અધિકારી પારસ વાંદા, માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા શિક્ષણ, આરોગ્ય, આર.ટી.ઓ, પી.જી.વી.સી.એલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
