<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

પડધરીના દેવાળીયા પાસે રીક્ષાએ બાઇકને ઉલાળતા પતિની નજર સામે જ પત્‍નીનું મોત

રાજકોટના મનીષાબેન ચોૈહાણનું મોતઃ પતિ સુનીલભાઇ અને પુત્રીને ઇજાઃ જામનગરથી રાજકોટ ઘરે આવતા'તાને અકસ્‍માત નડયો

રાજકોટ તા.૧૧: પડધરીના દેવાળીયા ગામે પાસે સીએનજી રીક્ષાએ જામનગરથી રાજકોટ ઘરે આવતા દંપતિના બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે જ પત્‍નીનું મોત નીપજ્‍યું હતું. જયારે પતિ અને પુત્રીને ગંભીર ઇજા થતા રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના દેવાળીયા ગામ પાસે સી.એન.જી. રીક્ષા નં.જી.જે.૦૯ એ એકસ ૬૩૫૯ના ચાલકે ડિવાઇડરમાંથી જોયા વગર અચાનક વળાંક લઇ બાઇક નં.જીજે ૧૦ પી ૯૫૬૪ને હડફેટે લેતા બાઇકમાં સવાર મનીષાબેન સુનીલભાઇ ચોૈહાણ ફંગોળાઇ પડી જતા ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યું હતું. જયાર બાઇકચાલક સુનીલ લખપતિભાઇ ચોૈહાણ રે.દડીયા ગોળાઇ પાસે ઝુપડામાં આશાપુરા સર્કલ લાલપુર ચોકડી જામનગર મુળ રે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં.૩૭૭ રાજકોટ તથા તેની પુત્રી સોનાક્ષીને ફેકચર થઇ જતા બંન્નેને સારવાર અર્થે રાજકોટ જીટી શેઠ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

ઇજાગ્રસ્‍ત સુનીલભાઇ ચોૈહાણ જામનગરમાં ચાની દુકાનમાં નોકરી કરે છે. અને પત્‍ની અને પુત્રી સાથે રાજકોટ સ્‍થિત ઘરે આવતા હતા ત્‍યારે આ અકસ્‍માત નડયો હતો. પડધરી પોલીસે ઇજાગ્રસ્‍ત સુનીલભાઇની ફરીયાદ ઉપરથી રીક્ષાચાલક સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(2:26 PM IST)