<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ગોંડલ શ્રી રમાનાથધામમાં આયોજીત પાટોત્‍સવમાં ઉમટતા ભાવિકો

દરરોજ શતચંડી મહાયજ્ઞમાં ભકતજનો દ્વારા આહૂતિઃ શ્રી ભૂવનેશ્વરી માતાજીના મંદિરના પૂ. રવિદર્શન મહારાજ, રમેશભાઇ ધડુક સહિતના ઉપસ્‍થિત

(તસ્‍વીરમાં ગોંડલના શ્રી રમાનાથધામમાં આયોજીત પાટોત્‍સવની વિધી થતી નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય  દ્વારા)  ગોંડલ, તા. ૧૧ : શ્રી રમાનાથધામમાં આદ્યશક્‍તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્‍મળતિમાં ૧૧ મો વાર્ષિક ત્રીદિવસીય પાટોત્‍સવમાં ૧૧ યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે સ્‍મળતિ મંદિર અને અંબાજી માતાજીના મંદિરેને ફૂલ થી શણગાર કરવામાં આવ્‍યો છે.

ગોંડલના ઉમવાડા ચોકડી પાસે આવેલ શ્રી રમાનાથ ધામ મંદિર ખાતે આજે સવાર થી પૂજન સ્‍મળતિ મંદિરે, પ્રાયヘતિ વિધિ, દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, સ્‍વસ્‍તિ પુન્‍યા વાંચન, મંડપ પ્રવેશ, સ્‍થાપિત દેવોનું આહવાન, પૂજા, ગળહ શાંતિ હોમાત્‍મક શતચંડી નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે સવારથી ભક્‍તો દર્શનાર્થે ઉમટી પડ્‍યા છે. ૧૧ યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞ માં એક મુખ્‍ય આચાર્ય ચંપકભાઈ રાજ્‍યગુરૂ અને ૨૦ જેટલા બ્રાહ્મણો ની ઉપસ્‍થિતમાં મંત્રોચ્‍ચાર કરવામાં આવે છે. ૧૧ યજ્ઞકુંડ સાથે શતચંડી યજ્ઞ સ્‍થળ પર ભક્‍તો પ્રદક્ષિણા કરીને દર્શનનો લાભ લ્‍યે છે અંબાજી માતાજીનું ભવ્‍ય મંદિર, સમાધિ સ્‍થાન અને ગૌશાળા મંદિર ના પરિસરમાં આવેલ છે. આ મંદિર ચન્‍દ્રકાન્‍તભાઈ સોમપુરાએ બનાવ્‍યું છે. મંદિર જમીન થી શિખર સુધી ૮૭ ફૂટ ઉંચુ છે અને શિખર પર ધ્‍વજદંડ ૩૦ ફૂટનો છે. પ્રથમ દિવસે સંતો મહંતો, ભુવનેશ્વરી માતાજીના મંદિરના રવિદર્શન મહારાજ, પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર સાથે પાટોત્‍સવમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:19 PM IST)