<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

વેરાવળમાં વાસણો ચોરી જનાર ત્રિપૂટી ઝડપાઇ

 

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧૧:  વેરાવળ સીટી પો.સ્‍ટે. ક.૩૦૫, ૩૩૧,(૪), ૫૪ મુજબનો ગુન્‍હો ગઇ તા.૨૬/૦૧/૨૦૨૫ ના  સોની વંડી સામે નગરપાલીકા કવાર્ટરમા કોઇ અજાણ્‍યા ચોર ઇસમોઓ  મકાનનો દરવાજો તોડી ફરીયાદીની પત્‍નીને કરીયાવરમા મળેલ અલગ-અલગ પ્રકારના વાસણો જેની કિ.રૂ.૧૫૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુન્‍હો કરેલ હોય  ટાવર પોલીસ ચોકી સ્‍ટાફ પો.સ્‍ટે. વિસ્‍તારમા સદરહુ ગુન્‍હાના આરોપી/ચોર મુદામાલ બાબતે વોચ/તપાસમા હતા તે દરમ્‍યાન ટાવર પોલીસ ચોકીના એ.એસ.આઇ.દેવીબેન નોઘણભાઇ બારડ તથા પો.કોન્‍સ.દિપકભાઇ ઉકાભાઇ બાંભણિયાનાઓને  મળેલ હકિકતના આધારે રંગોલી આઇસ્‍ક્રીમની બાજુમાથી મજકુર ઇસમોને હસ્‍તગત કરી યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા સદર ચોરીનો ગુન્‍હો કરેલાની કબુલાત આપતા  (૧) જીતુ ઉર્ફે ચીનો ઉર્ફે નેપાળી સ/ઓ ગોપીરામ થાપા નેપાળી ઉવ.૨૨ ધંધો.છુટક મજુરી રહે.   હાલ વેરાવળ બંદર રોડ નગરપાલીકા શૌચાયલની બાજુમા ફુટપાથ તા.વેરાવળ.

(૨) આકાશભાઇ ઉર્ફે આકલો રમેશભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ.૩૦ ધંધો.ભંગારની ફેરી રહે.   વેરાવળ રંગોલી આઇસ્‍ક્રીમની બાજુમા ફુટ પાથ તા.વેરાવળ

 (૩) સનીભાઇ સુનીલભાઇ ચૌહાણ દેવી પુજક ઉવ.૨૩ ધંધો.ભંગારની ફેરી  મફતીયાપરા રિંગરોડ ગુરૂદ્રારાની સામેને  અલગ અલગ પ્રકારના વાસણો નંગ-૫૪  મુદ્દામાલની કુલ કિ.રૂ.૧૦,૨૦૦/- સાથે ઝડપી લીધા છે.

વેરાવળ સીટી પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.શ્રી એચ.આર.ગૌસ્‍વામી, તથા ટાવર પોલીસ ચોકીના પો.સબ ઇન્‍સ. કે.એન.મુછાળ તથા એ.એસ.આઇ.ડી.એન.બારડ તથા પો.હેડ કોન્‍સ.આર.કે.ચોપડા તથા આર.એચ.રાઠોડ તથા પો.કોન્‍સ. દિપકભાઇ ઉકાભાઇ, રોહીતભાઇ વીરાભાઇ, ભુપતભાઇ લખમણભાઇ, પ્રવિણભાઇ લખમણભાઇ, વિજયભાઇ સરમણભાઇ, જીવાભાઇ જેસાભાઇ, કંચનબેન અરજણભાઇએ રીતેના પોલીસ સ્‍ટાફે આ કામગીરીમાં જોડાયેલ હતા.

(2:26 PM IST)