<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

કાલે જૂનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે પૂનમની ઉજવણી

મંદિરના શિખર પર નૂતન ધ્‍વજારોહણ મહાપૂજા અભિષેકનું આયોજન

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૧: જવાહરરોડ સ્‍થિત શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે આવતીકાલે પૂનમની ઉજવણી થનાર છે.

ચેરમેન પી પી સ્‍વામી અને કોઠારી પ્રેમ  સ્‍વરૂપદાસજીએ જણાવ્‍યું હતું કે પુ. દેવનંદન સ્‍વામીના માર્ગદર્શન હેઠળ દર મહિને પૂનમની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સવારે સિધ્‍ધેશ્વર મહાદેવ સહિત સ્‍થાપીત દેવાની મહાપૂજા અને મંદિરના શિખર પર નૂનત ધ્‍વાજારોહણ કરવામાં આવશે પૂનમને લઇને ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાંથી દશનાર્થીઓ પૂનમ ભરવા આવતા હોય અને આજેપણ સિધ્‍ધેશ્વર મહાદેવ દરેકભકતોની મનોકામના પૂર્ણકરતા હોય ત્‍યારે પૂનમના દર્શનનું અનેરૂ મહત્‍વ રહયુ છે. આ પ્રસંગે જૂનાગઢની જનતાને પણ દર્શનનો લાભ લેવા પ્રફુલભાઇ કાપડીયા એ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(1:37 PM IST)