<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

પૂ.ઇન્‍દ્રભારતી બાપુના ફેફસામાં ઇન્‍ફેકશન : કોઇને ન મળવા અને આરામ કરવા તબીબોની સલાહ

તસ્‍વીરમાં પૂ.ઇન્‍દ્રભારતી બાપુનો ફાઇલ ફોટો તથા બીજી તસ્‍વીરમાં હોસ્‍પીટલમાં સારવાર લેતા નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૧: જુનાગઢના પુ. ઇન્‍દ્રભારતી બાપુના ફેફસામાં ઇન્‍ફેકશન થતા કોઇને ન મળવા અને આરામ કરવા તબીબોએ સલાહ આપી છે.

પૂ. ઇન્‍દ્રભારતી બાપુ કુંભના મેળામાં ગયા હતા. જયાં વાતાવરણમાં ધૂળ હોવાથી તેમને ઇન્‍ફેકશન લાગ્‍યું હતું. જેથી તેમની સારવાર કરવામાં આવી હતી. તેમને ૭ દિવસ માટે આઇસીયુમાં રાખવામાં આવ્‍યા હતા. ત્‍યાર બાદ હવે ૧પ દિવસ સુધી સતત આરામ કરવા તથા કોઇને ન મળવા તબીબોએ સલાહ આપી છે.

(3:24 PM IST)