<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

કચ્છમાં રાપર નગરપાલિકા ની ચુંટણી માટે વહીવટી તંત્ર સજ્જ

૨૩૧૧૧ મતદારો માટે ૨૬ બૂથ, ચૂંટણી પ્રક્રિયા માટે ૨૦૦ કર્મચારીઓ અને ૧૫૦ સુરક્ષા કર્મીઓનો સ્ટાફ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ :  આગામી ૧૬ ફેબ્રુઆરી એ યોજાઈ રહેલી રાપર નગરપાલિકા ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્રમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લા કલેકટર અમિત અરોરા ના વડપણ હેઠળ અંજાર પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરી દ્વારા નિષ્પક્ષ રીતે મતદાન અને મતગણતરી થાય તે માટે તંત્ર સજ્જ છે. આ અંગે માહિતી આપતાં પ્રાંત અધિકારી અને નગરપાલિકાના  ચૂંટણી અધિકારી એસ.જે.ચૌધરીના જણાવ્યા પ્રમાણે આગામી ૧૬ ફેબ્રુઆરી એ ચૂંટણી દરમ્યાન મતદાન માટે બસો જેટલા કર્મચારીઓ નો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મતદાન ૨૬ બુથ પર કરવામાં આવશે જેમાં પાંચ સંવેદનશીલ બુથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શાળા હાઇસ્કૂલ ના કુલ ૧૪ મકાનો મા બુથ બનાવવા મા આવશે જેમાં રાપર નગરપાલિકા ના કુલ ૨૩૧૧૧ મતદારો છે જેમાં પુરુષ મતદારો ૧૧૭૨૪ સ્ત્રી મતદારો ૧૧૩૮૭ છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૧૫૦ જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે ઉપરાંત રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે આજ થી તમામ કર્મચારીઓ ને ઇવીએમ મશીન સહિત ની મતદાન ને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે આ માટે મામલતદાર એચ.બી.વાઘેલા નાયબ મામલતદાર શિવાભાઇ રાજપૂત મહેશ ઠક્કર કે.સી.સુથાર ચીફ ઓફિસર રવાજી જાડેજા બી.આર.જાડેજા એસ.બી.ઘાસુરા સંજય પટેલ વિશાલ મહેશ્વરી મહેશ સુથાર મેહુલ દવે પરશોતમભાઇ ચાવડા વિજય જાની સહિત ના કર્મચારીઓ દ્વારા જુદી જુદી કામગીરી કરી વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકા ની ચુંટણી માટે ધમધમાટ શરૂ કરી દીધો છે. (તસવીરો: મુકેશ રાજગોર, રાપર)

(9:36 AM IST)