<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો : લઘુત્તમ તાપમાન ઉંચું : ઝાકળવર્ષા

મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્‍ય ઠંડક બાદ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે હુંફાળુ વાતાવરણ : બપોરે ગરમી

પ્રથમ તસ્‍વીરમાં ગોંડલ અને બીજી તસ્‍વીરમાં જસદણ પંથકમા છવાયેલ ઝાકળ નજરે પડે છે(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ, કરશન બામટા-આટકોટ)

રાજકોટ, તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર અનુભવાય છે. જયારે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જયારે બપોરના સમયે ગરમી સાથે ઉનાળા જેવુ વાતાવરણ અનુભવાય છે. આવી રીતે આખો દિવસ ઠંડી અને ગરમીનો અહેસાસ થાય છે.

આજે સવારે લઘુતમ તાપમાનનો પારો ઉંચો ગયો છે. નલીયામાં ૧૪.૪, રાજકોટમાં ૧૭.૭, જામનગરમાં ૧૬.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬.૬, મહતમ તાપમાન ૨૮, ભેજનું પ્રમાણ ૯૮%, પવનની ગતી ૭.૭ કિ.મી. રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર                    લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત     ૧૩.૪ ડીગ્રી

અમદાવાદ ૧૭.પ ડીગ્રી

બરોડા             ૧૬.૪ ડીગ્રી

ભાવનગર  ૧૮.૭ ડીગ્રી

ભુજ        ૧૮.૦  ડીગ્રી

ડીસા               ૧૪.૮  ડીગ્રી

દીવ        ૧પ.૧  ડીગ્રી

દ્વારકા              ર૦.૬  ડીગ્રી

ગાંધીનગર ૧૬.૦  ડીગ્રી

જામનગર  ૧૬.૬  ડીગ્રી

કંડલા              ૧૮.૪  ડીગ્રી

નલિયા             ૧૪.૪  ડીગ્રી

ઓખા              ર૧.ર  ડીગ્રી

પોરબંદર   ૧૮.૪  ડીગ્રી

રાજકોટ     ૧૭.૭  ડીગ્રી

સુરત              ૧૬.૮  ડીગ્રી

વેરાવળ    ૧૮.૭  ડીગ્રી

(11:22 AM IST)