તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
મોરબી રોડ રતનપર પાસે બે ટ્રકના અકસ્માતમાં બિહારના યુવાનનું મોત
૨૮ વર્ષનો રોશનકુમાર ૮મીએ કચ્છ તરફથી આવતો હતો ત્યારે અકસ્માત નડયો હતોઃ સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૨: મોરબી રોડ પર રતનપર નજીક ચાર દિવસ પહેલા બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બિહારના ટ્રકચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. તેનું સારવાર દરમિયાન આજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મુળ બિહારનો વતની રોશનકુમાર રંગબહાલી પાલ (ઉ.વ.૨૮) નામનો યુવાન તા. ૮/૨ના સવારે પાંચેક વાગ્યે ટ્રક હંકારી કચ્છ તરફથી રાજકોટ તરફ આવતો હતો ત્યારે મોરબી રોડ બેડી નજીક રતનપરના પાટીયા પાસે દ્વારકાધીશ હોટેલ નજીક તેના ટ્રકનો અન્ય એક ટ્રક સાથે અકસ્માત સર્જાતાં તેને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આજે સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર રોશનકુમાર ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
