<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

જીયાણાની જમીનના કોભાંડમાં ૪ માસથી ફરાર હરિપર પાળનો મિલન રાઠોડ ઝડપાયો

એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. ચુડાસમા, મનરૂપગીરી, ભરતભાઇની ટીમે દબોચ્‍યોઃ સત્‍યજીતસિંહ, દિવ્‍યરાજસિંહ, રવિરાજભાઇની બાતમીઃ એરપોર્ટ પોલીસને સોંપાયો

રાજકોટ તા. ૧૨: એક વર્ષ પહેલા એરપોર્ટ પોલીસ મથકમાં બોગસ દસ્‍તાવેજ બનાવી ખેતીની જમીન વેંચી નાખવા મામલે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં જે તે વખતે લોધીકાના હરિપર પાળ ગામના શખ્‍સનું નામ ખુલતાં તે ફરાર હતો. આ શખ્‍સને એલસીબી ઝોન-૧ ટીમે દબોચી લીધો છે.

એરપોર્ટ પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૪માં બનાવી દસ્‍તાવેજોને આધારે જમીન કોૈભાંડ આચરવાનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં મિલન નાથુભાઇ રાઠોડ (ઉ.વ.૩૧-રહે. હરિપર પાળ તા. લોધીકા)નું નામ ખુલ્‍યું હતું. આ શખ્‍સ જનસેવા કેન્‍દ્રમાં નોકરી કરતો હતો. આ શખ્‍સ રાજકોટમાં ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે હોવાની બાતમી સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા અને રવિભાઇ પટગીરને મળતાં પકડી લઇ એરપોર્ટ પોલીસને સોંપ્‍યો હતો.

જીયાણા ગામની જમીનના કોૈભાંડમાં અગાઉ જે આરોપી પકડાયા તેની પુછતાછમાં મિલનનું નામ ખુલ્‍યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, કોન્‍સ. રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. વધુ તપાસ એરપોર્ટ પોલીસ કરશે.

(11:24 AM IST)