News of Wednesday, 12th February 2025
મહાકુંભમાં માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજમાં ભાવિકો ઉમટી પડ્યા: ભાવિકો પર હેલિકોપ્ટર મારફતે પુષ્પવૃષ્ટિ

જામનગર::મહાકુંભમાં માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજમાં ભાવિકો ઉમટી પડ્યા છે. સંગમ સહિતના તમામ ઘાટો તરફના રસ્તે સનાતની ભાવિકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. માઘ પૂર્ણિમાના દિવસે ડૂબકી લગાવી લોકો ધન્ય બની રહ્યા છે. અમૃત સ્નાન કરી રહેલા ભાવિકો પર હેલિકોપ્ટર મારફતે પુષ્પવૃષ્ટિ કરવામાં આવી રહી છે. પ્રયાગરાજના તમામ રસ્તાઓ પર ભાવિકોના હર હર ગંગે અને મહાદેવ હરના નારાઓથી ગુંજી રહ્યા છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા , જામનગર)
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
