તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
દુર્ગા ધામમાં સનાતનનો શંખનાદ કાર્યક્રમમાં જામનગરમાં પત્રકાર જગત રાવલને સન્માનિત કરાયા
૨૦,૦૦૦ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ત્રણ દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત જગત રાવલને દુર્ગા ધામ એવોર્ડ એનાયતઃ સંતો મહંતો અને રાજકીય આગેવાનો મીડિયા જગતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો હતો

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર તા.૧રઃ અમદાવાદના બાવળા નજીક દુર્ગા ધામ ખાતે સનાતનનો શંખનાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦,૦૦૦ થી વધુ બ્રાહ્મણોની હાજરીમાં સામાજિક એકતા, સાંસ્કળતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યોનો પરિચય કરાવવામાં આવ્યો હતો, આ તકે સમાજમાં ચોથી જાગીરનું બિરુદ પ્રાપ્ત કરનાર મીડિયા કર્મીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં જામનગરના સિનિયર પત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
દુર્ગા ધામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો અલગ અલગ ૩૬ જ્ઞાતિના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના ગણ માન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારથી અંદાજે ૨૦,૦૦૦ થી વધુ બ્રહ્મ સમાજના ભાઈ બહેનોએ હાજરી આપી હતી, આ આગેવાનોની ઉપસ્થિતિમાં જામનગરમાં ૩૦ વર્ષથી મીડિયા ક્ષેત્રે કાર્યરત સિનિયર પત્રકાર જગત રાવલને ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે શ્રેષ્ઠ રિર્પોટિંગ માટે દુર્ગાધામ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૩૦ વર્ષની પત્રકારત્વની યાત્રાની નોંધ લેવા માટે દુર્ગા ધામ અને તેમના પ્રમુખ ભાવેશભાઇ રાજયગુરૂ વિશ્વાસભાઇ શુકલ તેમજ તમામ ટીમ મેમ્બરનો હું આભારી છું.
ઉલ્લેખનીય છે કે જામનગરને જ ત્રણ દાયકાથી કર્મભૂમિ બનાવનાર પત્રકાર જગત રાવલે પ્રેસ ફોટોગ્રાફર થી શરૂ કરેલી કારકિર્દી બાદ આજે તેઓ અનેક સમાચાર ચેનલનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમની પોતાની યુટયુબ ચેનલ અર્થાત ન્યૂઝના તેઓ એડિટર પણ છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
