તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
સાંજે ગોંડલમાં શ્રી રમાનાથધામમાં આયોજીત પાટોત્સવનો વિરામ
ત્રિદિવસીય ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં ભાવીકો જોડાયાઃ દરરોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ગોંડલઃ તસ્વીરમાં ગોંડલના શ્રી રમાનાથધામમાં પાટોત્સવ નિમિતે લાઇટનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ૧રઃ શ્રી રમાનાથધામમાં આદ્યશક્તિ અંબાજી માતાજી સહિત પંચદેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્મળતિમાં દર વર્ષે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ત્રીદિવસીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે સાંજે વિરામ લેશે.
૧૧ યજ્ઞકુંડ સાથે શતચંડી મહાયજ્ઞ તેમજ સ્મળતિ મંદિરના પ્રાંગણમાં સત્સંગ, સંકીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ગોંડલ ના ઉમવાડા ચોકડી પાસે આવેલ શ્રી રમાનાથ ધામ મંદિર ખાતે ૧૦ ફેબ્રુઆરીને સોમવારે સવારથી સાંજ સુધી પ્રાત પૂજન સ્મળતિ મંદિરે, પ્રાયヘીત વિધિ, દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, સ્વસ્તિ પુન્યા વાંચન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોનું આહવાન, પૂજા, ગળહ શાંતિ હોમાત્મક શતચંડી પ્રારંભ, સાયંપૂજા, આરતી, પ્રાર્થના અને રાત્રે ૯.૦૦ કલાકે સપ્તક લોકનળત્ય ગ્રુપ, આંતરરાષ્ટ્રીય લોકનળત્ય ગ્રુપ દ્વારા આપણા રાસ ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા.૧૧ ફેબ્રુઆરીને મંગળવારે દ્વિતીય દિવસ ના પ્રાત પૂજન સ્મળતિ મંદિરે, ગણપતિ પૂજન, સૂર્ય અધ્ય પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, પ્રધાન હોમ ચાલુ, સાય પૂજા, આરતી, પ્રાર્થના અને રાત્રે ૯.૦૦ કલાકે
પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ અને હાસ્ય કલાકાર મનસુખભાઇ વસોયા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આજે ૧૨ ફેબ્રુઆરી બુધવારે તળતીય દિવસ ના પ્રાત પૂજન સ્મળતિ મંદિરે, ગણપતિ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, રાજોપચાર પૂજા, પાત્રા સાધન, ધ્વજારોહણ, અન્નકોટ દર્શન સવારે ૧૦.૩૦ કલાકે, સ્થાપિત દેવોનું ઉત્તર પૂજન, હોમાત્મક શત - ચંડી યજ્ઞ અને ત્યાર બાદ ૫ કલાકે બીડું હોમવાનું અને સાંજે ૫.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
